Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Bharat Aithey Aa Song Release : ગુલાબી સાડીમાં કેટરિનાએ લગાવ્યા ઠુમકા

Bharat Aithey Aa Song Release : ગુલાબી સાડીમાં કેટરિનાએ લગાવ્યા ઠુમકા

09 May, 2019 03:58 PM IST | મુંબઈ

Bharat Aithey Aa Song Release : ગુલાબી સાડીમાં કેટરિનાએ લગાવ્યા ઠુમકા

સલમાન ખાન અને કેટરિના કૈફ

સલમાન ખાન અને કેટરિના કૈફ


Bharat Aithey Aa Song Release : ઈદના દિવસે રિલીઝ થનારી સલામન ખાન અને કેટરિનાની ફિલ્મ 'ભારત'નું નવું ગીત Aithey Aa રિલીઝ થઈ ગયું છે. સલમાન ખાન અને કેટરિના કૈફે ગીતને ઈન્સ્ટાગ્રામ પર પણ શૅર કર્યું છે. બન્નેએ ગીતને 'શાદી વાલા દેશી ગાના' કેપ્શન આપ્યું છે. ગીતની શરૂઆતમાં સલમાન ખાનના એક ડાયલૉગ સાથે થાય છે, '1983 ઈન્ડિયા વર્લ્ડ કપ જીત ચૂકા થા, લેકિન ભારત દિલ હાર ચૂકા થા'.

આ પણ વાંચો : Met gala 2019: પડતા પડતા માંડ બચી દીપિકા, વીડિયો થયો વાયરલ



ગીતમાં કેટરિનાએ એક વાર એ સાબિત કરી દીધુ છે કે તે કેટલી સુંદર ડાન્સર છે. ગુલાબી સાડીમાં કેટરિનાએ આ ગીતમાં એટલા જબરદસ્ત ઠુમકા લગાવ્યા છે જે જોઈને તમને પણ ડાન્સ કરવાનું મન થઈ જશે. આ ગીતનું મ્યૂઝિક ફૅમસ ડાયરેક્ટર વિશાલ-શેખરે આપ્યું છે. એટલું જ નહીં અક્સા સિંહ, નીતી મોહન અને કમાલ ખાને ગીતને પોતાનો અવાજ આપ્યો છે.


જો હવે લુકની વાત કરીએ તો ગુલાબી રંગની સાડીમાં કેટરિના ઘણી સુંદર નજર આવી રહી છે. હાફ સ્લીવ શર્ટ પહેરીને સલમાન માચો મેન નજર આવી રહ્યા છે. આ 'ભારત'નું ત્રીજું ગીત છે જે વિશાલ ડડલાની, નીતિ મોહન, શેખર રવિજિયાની અને કમાને પોતાના ધૂનમાં ગાયું છે. જણાવી દઈએ કે ઈદના દિવસે 5 જૂને રિલીઝ થશે. ચાહકો આ ફિલ્મના રિલીઝને લઈને ઘણી ઉત્સાહિ છે અને લાંબા સમયથી રાહ પણ જોઈ રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2019 03:58 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK