સલમાન ખાનનું 'તેરે બિના' રિલીઝ, જૈકલીન ફર્નાન્ડિસ સાથે કરે છે રોમાન્સ

Published: May 12, 2020, 14:27 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

જૈકલીન અને સલમાનની સિઝલિંગ કેમેસ્ટ્રીથી ફેન થયા ખુશ

'તેરે બિના'માં સલમાન અને જૈકલીન
'તેરે બિના'માં સલમાન અને જૈકલીન

કોરોનાવાયરસ (COVID-19)ને લીધે દેશવ્યાપી લૉકડાઉન ચાલી રહ્યું છે છતા પોતાન ફેન્સને એન્ટરટેઈન કરવા માટે ભાઈજાન સલમાન ખાન સતત કંઈકને કંઈક નવું લાવ્યા જ કરે છે. લૉકડાઉન દરમ્યાન આજે સલમાનનું બીજું ગીત રિલીઝ થયું છે. સલમાનની યુટયુબ ચેનલ પર 'તેરે બિના' રિલીઝ થયું છે અને તે ઈન્ટરનેટ પર ધુમ મચાવી રહ્યું છે. આજે બપોરે 12 વાગે રિલીઝ થયેલા ગીતને અત્યાર સુધીમાં હજારો લોકોએ જોઈ લીધું છે અને તેઓ ભાઈજાનની જૈકલીન ફર્નાન્ડિસ સાથેની સિઝલિંગ કેમેસ્ટ્રીના વખાણ કરી રહ્યાં છે. ગીતના બોલ શબ્બિર અહમદના છે અને ગીત સલમાન ખાને ગાયુ છે.

'તેરે બિના'માં સલમાનની સાથે જૈકલીન ફર્નાન્ડિસ રોમાન્સ કરતી દેખાય છે. આ આખુ ગીત સલમાને પનવેલ સ્થિત ફાર્મ હાઉસમાં શુટ કર્યું છે. આ બાબતની માહિતિ અભિનેતાએ એક ઈન્ટરવ્યુમાં આપી હતી અને કહ્યું હતું કે, ગરમી હોવાને લીધે ગીતને શૂટ કરવામાં ચાર દિવસ લાગ્યા હતા. અભિનેતાએ ઈન્સ્ટાગ્રામ પર ગીત રિલીઝની માહિતિ આપતા કેપ્શન લખ્યું હતું કે, મે આ ગીત બનાવ્યું, ગાયુ, શૂટ કર્યું અને તમારા માટે પોસ્ટ કર્યું, હવે તમે પણ ગીત સાંભળો, ગાઓ અને ધરે જ રહીને પોતાના સ્વેગ સાથે શૂટ કરો, પોસ્ટ કરો, શેર કરો, ટેગ કરો અને એન્જોય કરો.

આજે ગીત રિલીઝ કરતા પહેલા રવિવારે એટલે કે મધર્સ ડે ના દિવસે સલમાને 'તેરે બિના'નું ટીઝર રિલીઝ કર્યું હતું. ત્યારથી જ ફેન્સ ગીતની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા.

લૉકડાઉનમાં આવેલું સલમાનનું આ બીજું ગીત છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK