સલમાન ખાન અને આલિયા ભટ્ટ ઇન્શાઅલ્લાહ બોલતાં પહેલા કરશે આ નકલી કામ

Published: Jul 18, 2019, 17:27 IST | મુંબઈ ડેસ્ક

ફિલ્મ ઇન્શાઅલ્લાહમાં આલિયા ભટ્ટ અને સલમાન ખાનની મુખ્ય ભૂમિકા રહેશે.

સલમાન ખાન સાથે આલિયા ભટ્ટ
સલમાન ખાન સાથે આલિયા ભટ્ટ

સલમાન ખાન અને આલિયા પહેલીવાર ફિલ્મી પરદે સાથે જોવા મળશે. આ બંને સ્ટાર સાથે ઇન્શાઅલ્લાહ ફિલ્લમાં કામ કરી રહ્યા છે. ફિલ્મ ઇન્શાઅલ્લાહનું નિર્દેશન સંજય લીલા ભણસાલી કરવાના છે.

સલમાન ખાન અને આલિયા ભટ્ટની ફિલ્મ ઇન્શાઅલ્લાહની શૂટિંગ શરૂ કરતાં પહેલા આવતી ચર્ચા પ્રમાણે ફિલ્મના કેટલાક સીન મૉક શૂટ કરવાના છે. આ ફિલ્મ સાથે બન્ને પહેલી વાર એકબીજા સાથે કામ કરતાં દેખાશે. ફિલ્મ ઇન્શાઅલ્લાહમાં આલિયા ભટ્ટ અને સલમાન ખાનની મુખ્ય ભૂમિકા રહેશે. પહેલીવાર હશે જ્યારે બન્ને એકબીજા સાથે કામ કરતાં જોવા મળશે.

સંજય ભણસાલી કરશે ફિલ્મનું નિર્દેશન

ફિલ્મ ઇન્શાઅલ્લાહનું નિર્દેશન સંજય લીલા ભણસાલી કરવાના છે. આ ફિલ્મમાં સાથે કામ કરવાને લઈને બન્ને કલાકાર ખૂબ જ ઉત્સાહિત છે. આ જોડીને પડદા પર હીટ બનાવવા માટે ફિલ્મ નિર્માતા કોઈ કસર બાકી રાખવા નથી માગતા. હવે ખબર એ આવી રહી છે કે ફિલ્મની શૂટિંગ શરૂ થતાં પહેલા બન્ને કલાકારોને લઈને કેટલાક સીન્સ નકલી રીતે શૂટ કરવાનું મન બનાવવામાં આવ્યું છે.

નોંધનીય છે કે સલમાન ખાન અને આલિયા ભટ્ટ વચ્ચે 26 વર્ષનો તફાવત છે. હવે જ્યારે બન્નેના સાથે કામ કરવાની વાત થઈ હતી, ત્યારે પણ એ વાત ચર્ચાનો વિષય બન્યો છે. ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોએ આ વાતનો ખુલાસો કર્યો કે ફિલ્મની શૂટિંગ શરૂ થતાં પહેલા મૉક શૂટ નિર્માતા એટલા માટે કરવા માગે છે કે જો બન્નેને લઈને કોઈપણ પરિવર્તન કરવા હોય તો કરી શકાય. સાથે જ બન્ને પડદા પર એકસાથે કેવા લાગે છે. આ બાબત પર પણ ધ્યાન રહેશે.

આ પણ વાંચો : Seema Bhanushali:પરિવારની સાથે પ્રોફેશનલ લાઈફ બેલેન્સ કરે છે આ જાણીતા બ્યુટિશિયન

આ ફિલ્મમાં આલિયા ભટ્ટ એક ઉભરતી અભિનેત્રીની ભૂમિકા ભજવશે. ત્યાં જ સલમાન ખાન એક વિદેશી બિઝનેસ મેનની ભૂમિકામાં જોવા મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK