સલમાન ખાને પણ હાથમાં લીધું ઝાડુ

Published: 23rd October, 2014 05:18 IST

સલમાન ખાને મંગળવારે કર્જતમાં સફાઈ-અભિયાન હાથ ધર્યું હતું. ત્યાં તે સૂરજ બડજાત્યાની ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’નું શૂટિંગ કરી રહ્યો છે.

નરેન્દ્ર મોદીએ બીજી ઑક્ટોબરે સ્વચ્છ ભારત મિશન લૉન્ચ કરતી વખતે જે નવ જણને નૉમિનેટ કર્યા હતા એમાં સલમાનનું નામ પણ હતું. સલમાન કર્જતમાં ઝાડુ લઈને સાફસફાઈ કરતો અને એક ઘરને પેઇન્ટ કરતો જોવા મળ્યો હતો. પોતે સફાઈ-અભિયાનમાં ભાગ લીધા પછી તેણે પણ નવ જાણીતી હસ્તીઓને એના માટે નૉમિનેટ કરી હતી જેમાં આમિર ખાન, રજનીકાન્ત અને જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાનો સમાવેશ છે. એ ઉપરાંત સલમાને પોતાના તમામ ફૅન્સને હાકલ કરી હતી કે તેઓ જાહેરમાં કચરો ન ફેંકે. સલમાનના સફાઈ-અભિયાન વિશે નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે સલમાનના આ પ્રયાસને પગલે ઘણા લોકોને સ્વચ્છ ભારત મિશનમાં જોડાવાની પ્રેરણા મળશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK