કરીનાનું ઘણું ધ્યાન રાખે છે સલમાન

Published: 13th November, 2014 05:13 IST

સલમાન ખાન પોતાના મૈત્રીપૂર્ણ સ્વભાવને કારણે ફિલ્મના સેટ પર બધાનો ફેવરિટ હોય છે અને તે પોતે બધાનું સારું એવું ધ્યાન પણ રાખતો હોય છે.

હાલમાં તે કબીર ખાનની ‘બજરંગી ભાઈજાન’ માટે કરીના કપૂર ખાન સાથે દિલ્હીમાં શૂટિંગ કરી રહ્યો છે અને જાણવા મળ્યું છે કે આ ફિલ્મના સેટ પર સલમાનભાઈ કરીનાનું પણ ઘણું ધ્યાન રાખે છે. દર્શકોને સલમાન અને કરીનાની જોડી ગમતી હોવાને કારણે સલમાન પોતે કરીના સાથે કામ કરવા ઘણો ઉત્સાહી હતો અને જેવી તેને ખબર પડી કે ‘બજરંગી ભાઈજાન’માં કરીના તેની સાથે કામ કરવા તૈયાર છે કે તરત જ તેણે કરીનાને ફોન કરીને તેનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તો ઠીક પણ બીજી નવેમ્બરે ફિલ્મના સેટ પર શરૂ થયેલા શૂટિંગના પહેલા દિવસે સલમાને કરીનાને સ્વાદિષ્ટ કપકેક પણ ખવડાવી હતી અને ખૂબસૂરત દેખાતી કરીનાની સુંદર ત્વચાનું રહસ્ય પણ પૂછ્યું હતું. આ ફિલ્મ પહેલાં સલમાન-કરીનાની જોડી ‘ક્યોંકિ’, ‘બૉડીગાર્ડ’ જેવી હિટ ફિલ્મો આપી ચૂકી છે.    

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK