આગામી ૧૩ નવેમ્બરે યશરાજ ફિલ્મ્સની શાહરુખ ખાનને ચમકાવતી ‘જબ તક હૈ જાન’ અને અજય દેવગનની ‘સન ઑફ સરદાર’ રિલીઝ થવાની છે. દિવાળીના દિવસે રિલીઝ થનારી આ બન્ને ફિલ્મો વચ્ચે ગળાકાપ સ્પર્ધા હોવાના કારણે કઈ ફિલ્મને કેટલી સ્ક્રીન રિલીઝ માટે મળશે એ મુદ્દો ભારે વિવાદાસ્પદ બન્યો છે અને આ મામલે અજયે યશરાજ ફિલ્મ્સને નોટિસ પણ મોકલી છે. જોકે આ લડાઈમાં અજયના ખાસ મિત્ર સલમાન ખાને પણ ઝંપલાવતાં આખો મામલો વધારે રસપ્રદ બની ગયો છે. મળતી માહિતી પ્રમાણે સલમાને નક્કી કર્યું છે કે જો ‘સન ઑફ સરદાર’ને ‘જબ તક હૈ જાન’ની સરખામણીમાં યોગ્ય તક નહીં મળે તો પછી હવે તે શાહરુખની ડિરેક્ટર રોહિત શેટ્ટીની ‘ચેન્નઇ એક્સપ્રેસ’ની સાથે જ પોતાની આગામી ફિલ્મ ‘કિક’ રિલીઝ કરશે.
આ વિવાદ વિશે વાત કરતાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે કે ‘એક વાર સલમાન તમને મિત્ર માની લે પછી તમને મદદ કરવા ગમે તે હદ સુધી જઈ શકે છે. સલમાન અને અજયે ૧૯૯૯માં ‘હમ દિલ દે ચુકે સનમ’માં સાથે કામ કર્યું હતું અને ત્યારથી તેમની વચ્ચે ગાઢ મિત્રતા છે. આ કારણે હવે સલમાને તેના ખાસ મિત્ર અજયની મદદે આવવાનું નક્કી કર્યું છે. હવે આ લડાઈમાં સલમાન જોડાયો હોવાના કારણે રસપ્રદ વળાંક આવ્યો છે જેના પગલે તે શાહરુખને પરેશાન કરવા શક્ય એટલા તમામ પ્રયાસ કરશે.’
જોકે આ મુદ્દે ‘કિક’ના પ્રોડ્યુસર અને ડિરેક્ટર સાજિદ નડિયાદવાલાએ કોઈ કમેન્ટ નહોતી કરી.
રાધે: યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈને પૂરી સલામતી વ્યવસ્થા સાથે થિયેટર્સમાં રિલીઝ કરવાની વાત કહી છે સલમાને
20th January, 2021 17:14 ISTRadhe Release Date Confirmed: ઈદ પર આવી રહી છે સલમાન ખાનની ફિલ્મ
19th January, 2021 18:37 ISTઇન્ડિયન પ્રો મ્યુઝિક લીગનો બ્રૅન્ડ-ઍમ્બૅસૅસેડર બનવાથી એક્સાઇટેડ છે સલમાન ખાન
16th January, 2021 15:43 ISTમે ડેનું ફર્સ્ટ શેડ્યુલ પૂરું કર્યું અજય દેવગને
15th January, 2021 17:03 IST