કરીના માટે સલમાન પહેલાં, આમિર પછી

Published: 1st December, 2012 06:40 IST

કરીનાએ ‘બિગ બૉસ’માં ભાગ લેવા માટે ‘તલાશ’ના પ્રીમિયરમાં હાજરી ન આપી
આમિર ખાનની ‘તલાશ’ના પ્રીમિયરમાં લગભગ આખા બૉલીવુડે હાજરી આપી હતી, પણ ફિલ્મની બે હિરોઇનો રાની મુખરજી અને કરીના કપૂરમાંથી કરીના પ્રીમિયરમાં હાજર ન રહેતાં ભારે ચર્ચા શરૂ થઈ હતી. ચર્ચા છે કે કરીનાએ આ દિવસે ‘તલાશ’ના પ્રીમિયરમાં હાજરી આપવાને બદલે સલમાન ખાનના કલર્સ ચૅનલ પરના રિયલિટી શો ‘બિગ બૉસ’ના સેટ પર હાજર રહેવાનું પસંદ કર્યું હતું, કારણ કે એ દિવસે ત્યાં તે ‘દબંગ ૨’ના પોતાના આઇટમસૉન્ગનું પ્રમોશન કરવાની હતી. આ સંજોગોમાં કરીનાએ આમિર સાથેની ફિલ્મ કરતાં સલમાન સાથેના પોતાના સૉન્ગને પ્રાથમિકતા આપી હતી.

જોકે આ વિશે વાત કરતાં કરીનાની નજીકની એક વ્યક્તિ કહે છે, ‘કરીના છેલ્લા કેટલાક દિવસથી દિલ્હીમાં ‘તલાશ’ના પ્રમોશનમાં વ્યસ્ત હતી જેને કારણે તેને તાવ અને ગળામાં ઇન્ફેક્શનની સમસ્યા હતી. આને કારણે તેણે પ્રીમિયરમાં જવાને બદલે ઘરે જઈને થોડો આરામ કરવાનું પસંદ કર્યું હતું અને પછી તે લોનાવલા જવા રવાના થઈ હતી.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK