દબંગ ૨માં સોનાક્ષી નાચશે ચુલબુલ પાંડેની સ્ટાઇલમાં

Published: 20th November, 2012 05:35 IST

સીક્વલમાં ઓરિજિનલ ફિલ્મના ‘મુન્ની બદનામ હુઈ’ના સલમાનનાં સ્ટેપ્સ પર ડાન્સ કરશેસલમાન ખાનની ‘દબંગ ૨’નું આ વખતે ક્રિસમસના સમયગાળા દરમ્યાન ૨૧ ડિસેમ્બરે રિલીઝ કરવાનું આયોજન છે ત્યારે ખબર પડી છે કે આ ફિલ્મના એક ગીતમાં હિરોઇન સોનાક્ષી સિંહાએ મૂળ ‘દબંગ’ના ‘મુન્ની બદનામ હુઈ’માં સલમાન ખાને જેવો ડાન્સ કર્યો હતો એવા ડાન્સનાં સ્ટેપ્સ કર્યા છે. મળતી માહિતી પ્રમાણે સલમાનના આગ્રહને કારણે આ ફેરફાર કરવામાં આવ્યો છે.

આ વિશે વાત કરતાં ગીતના કોરિયોગ્રાફર મુદસીર ખાન કહે છે, ‘આ એક સૉફ્ટ રોમૅન્ટિક સીક્વન્સ હોવાને કારણે અમે સોનાક્ષીને સૉફ્ટ સ્ટેપ્સ આપ્યાં હતાં. જોકે સલમાનભાઈને આ ગીતમાં કાંઈક નવું કરવાનો વિચાર આવ્યો જેના પગલે મૂળ ‘દબંગ’ના ‘મુન્ની બદનામ હુઈ’માં સલમાને જેવો ડાન્સ કર્યો હતો એવાં સ્ટેપ્સ સોનાક્ષીને આપવામાં આવ્યાં હતાં. આ સ્ટેપ્સને કારણે ગીત ખરેખર ધમાકેદાર બન્યું છે.  સલમાનભાઈને ડાન્સ અને મ્યુઝિકની બહુ સારી સેન્સ છે. સોનાક્ષી પણ બહુ જલદી ડાન્સનાં આ સ્ટેપ્સ શીખી ગઈ હતી.’

‘દબંગ ૨’ના ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ છે અરબાઝ પાસે


હાલમાં ખાનપરિવારને ઘી-કેળાં છે. ચર્ચા છે કે યુટીવીએ સલમાનની ‘દબંગ ૨’ બનાવવા માટે ૧૪૦ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ આપી છે. હવે ખબર પડી કે આ ફિલ્મના વિતરણના હકો નિર્માતા અરબાઝ ખાને પોતાની પાસે રાખ્યા છે.

આ વિશે વાત કરતાં અરબાઝની નજીકની એક વ્યક્તિ કહે છે, ‘અરબાઝનો ભાઈ સોહેલ છેલ્લા કેટલાક સમયથી વિતરણનું નેટવર્ક તૈયાર કરી રહ્યો છે. તેણે પ્રીતિ ઝિન્ટાને પણ પોતાની ફિલ્મ ‘ઇશ્ક ઇન પૅરિસ’ના વેચાણમાં મદદ કરી હતી. આને કારણે જ હવે ‘દબંગ ૨’નું વિતરણ પણ તેણે કરવાનું નક્કી કર્યું છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK