Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન ખાનની 'રાધે: યૉર મોસ્ટ વોન્ટેડ ભાઈ' - ટીઝર હોળીના દિવસે થશે રિલીઝ

સલમાન ખાનની 'રાધે: યૉર મોસ્ટ વોન્ટેડ ભાઈ' - ટીઝર હોળીના દિવસે થશે રિલીઝ

26 February, 2020 12:45 PM IST | Mumbai

સલમાન ખાનની 'રાધે: યૉર મોસ્ટ વોન્ટેડ ભાઈ' - ટીઝર હોળીના દિવસે થશે રિલીઝ

'રાધે : યૉર મોસ્ટ વોન્ટેડ ભાઈ' ના લુકમાં સલમાન ખાન

'રાધે : યૉર મોસ્ટ વોન્ટેડ ભાઈ' ના લુકમાં સલમાન ખાન


ઈદના દિવસે ફિલ્મ રિલીઝ કરીને ભાઈજાન તેમના ફેન્સને દરવખતે ઈદી આપતા હોય છે. આ વર્ષે મે મહિનામાં તેમની ફિલ્મ 'રાધે : યૉર મોસ્ટ વોન્ટેડ ભાઈ' રિલીઝ થવાની છે ત્યારે સુપરસ્ટાર  આગામી તહેવાર હોળીનો લાભ લેવા માંગે છે. એટલે પ્રભુદેવા દિગ્દર્શિત આ કૉપ થ્રિલર ફિલ્મનું પ્રથમ ટીઝર હોળીના દિવસે રિલીઝ થશે.

સૂત્રોએ જણાવ્યુ હતું કે, સલમાને તાજેતરમાં જ પ્રભુદેવાને કહ્યું હતું કે ફિલ્મનું પહેલું ટીઝર હોળીના દિવસે રિલીઝ થાય તેવી એની ઈચ્છા છે. કારણકે હોળીમાં ટીઝર રિલીઝ કરવાથી એ અઠવાડિયામાં લોકોનો સારો રિસ્પોન્સ મળશે અને ફિલ્મ માટે પર્યાપ્ત માહોલ ઊભો થઈ શકશે. તેમજ લોકોમાં ઉત્સુકતા પણ જાગશે. પ્રભુદેવાએ તાત્કાલિક સલમાનની ઈચ્છા મુજબ કામ કરવાનું શરૂ કરી દીધું છે. અત્યારે તે ફિલ્મની મુખ્ય અભિનેત્રી દિશા પટની સાથે છેલ્લા ભાગનું સવારે શૂટિંગ કરે છે અને સાંજે એડિટિંગમાં ધ્યાન આપે છે. આગામી સપ્તાહમાં દિગ્દર્શક પ્રમોશનલ મટિરિયલને આકાર આપશે. પછી સલમાન ખાન તે જોઈને પોતાનો પ્રતિસાદ આપશે. દરમ્યાન સોમવારે હોળીના દિવસે ટીઝર રિલીઝ થશે. આ ફિલ્મમાં સલમાન ખાન અન્ડરકવર પોલિસની ભૂમિકામાં જોવા મળશે અને ટીઝરમાં તેના લુકની ઝલક દેખાશે. 



akshaykumarinlaxmmibomb


 'લક્ષ્મી બોમ્બ' માં અક્ષય કુમાર

22 મે ના રોજ રિલીઝ થનારી આ ફિલ્મનું પહેલું ટીઝર તો બે મહિના પહેલા જ આવી ગયું હતું. ટીઝર જલ્દી રિલીઝ કરવાથી તે જ દિવસે રિલીઝ થનારી અક્ષય કુમારની ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ' કરતાં રાધેને ફર્સ્ટ-મૂવર એડવાન્ટેજ મળે તેવી અપેક્ષા છે, તેમ સૂત્રોનું કહેવું છે.


Whatsapp-channel Whatsapp-channel

26 February, 2020 12:45 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK