સલીમ–સુલેમાને કેમ એકબીજા સાથે પાંચ વર્ષ સુધી વાત નહોતી કરી?

Published: 15th August, 2020 17:25 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

ઇન્ડિપેન્ડન્સ ડે સ્પેશ્યલ શોમાં આ બન્ને ‘ધ કપિલ શર્મા શો’માં જોવા મળવાના છે

ધ કપિલ શર્મા શો’માં સલીમ–સુલેમાન
ધ કપિલ શર્મા શો’માં સલીમ–સુલેમાન

મ્યુઝિક-કમ્પોઝર સલીમ–સુલેમાને એકબીજા સાથે પાંચ વર્ષ સુધી વાત નહોતી કરી. આ વાતનો ખુલાસો તેમણે ‘ધ કપિલ શર્મા શો’માં કર્યો હતો. ઇન્ડિપેન્ડન્સ ડે સ્પેશ્યલ શોમાં આ બન્ને જોવા મળવાના છે. એ દરમ્યાન તેઓ અનેક વાત પર પ્રકાશ પાડવાના છે. બન્ને ભાઈઓ વચ્ચે ૩ વર્ષનું અંતર છે. તેમના પરસ્પર સંબંધો વિશે સલીમે કહ્યું હતું કે ‘મેં આ વાતનો ખુલાસો કદી પણ નથી કર્યો કે અમે બન્નેએ એકબીજા સાથે ૪-૫ વર્ષ સુધી વાત નહોતી કરી. એનું કારણ પણ ખૂબ નજીવુi હતું. વાત એમ હતી કે મેં સુલેમાનની કૉમિક્સ ફાડી નાખી હતી.’

આ વાતને આગળ વધારતાં સુલેમાને કહ્યું હતું કે ‘આ કોઈ સાધારણ કૉમિક્સ નહોતી. એને મેં ગોલ્ડ સ્પૉટની બૉટલનાં ઢાંકણનાં સ્ટ‌િકર્સથી બનાવી હતી. એને તેણે ફાડી નાખી હતી એથી મેં તેનો હાથ તોડી નાખ્યો હતો.’

સલીમનાં હાથમાં ફ્રૅક્ચર આવ્યું હતું અને તેણે એ દરમ્યાન જ પિયાનો શીખવાનું શરૂ કર્યું હતું. તેનો હાથ સારો થવામાં 4 મહિના લાગી ગયા હતા. આ જ કારણ હતું કે બન્નેએ એકબીજા સાથે વાત નહોતી કરી. સલીમે બાદમાં કહ્યું હતું કે ત્યાર બાદ તો અમે એવી રીતે મળ્યા જાણે કે દો જિસ્મ એક જાન હોઈએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK