ઉત્સુક સારા અલી ખાને જોઈ 'કેદારનાથ' અને 'સિમ્બા', પ્રેમ માટે પ્રશંસકોનો માન્યો આભાર

Updated: 29th December, 2018 19:44 IST

સારા અલી ખાને તેની બન્ને ફિલ્મો નજીકના મલ્ટીપ્લેક્સમાં જોઈ હતી. સારા અલી ખાનનાં પ્રવેશ સાથે જ થીએટરમાં તેને જોવા દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

સારા અલી ખાન
સારા અલી ખાન

 સારા અલી ખાન આ સમયે ડિસેમ્બરમાં રિલીઝ થયેલી તેની બન્ને ફિલ્મોની સફળતાનો આનંદ માણી રહી છે. કેદારનાથ અને સિમ્બા બન્ને ફિલ્મોને દર્શકો તરફથી જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે.પ્રશંસકો દ્વારા મળતી પ્રતિક્રિયાથી ઉત્સાહિત, સારા અલી ખાને તેની બન્ને ફિલ્મો નજીકના મલ્ટીપ્લેક્સમાં જોઈ હતી. સારા અલી ખાનનાં પ્રવેશ સાથે જ થીએટરમાં તેને જોવા દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

લાંબા સમયની રાહ જોયા પછી ડેબ્યુ કરતી સારા અલી ખાને તેની પહેલી ફિલ્મ કેદારનાથમાં તેની એક્ટિંગ, દમદાર ડાયલોગ ડિલવરી , અને જોરદાર એક્સપ્રેશનના કારણે દર્શકોનું દિલ જીત્યું છે. એક દશકમાં બોલીવૂડની સૌથી કુશળ ડેબ્યુ કલાકાર તરીકે સારા અલી ખાને પડદા પર તેની છાપ છોડી છે. એટલુ જ નહી દુનિયાભરમાં તેના ફેન્સની સંખ્યામાં પણ વધારો થયો છે.


એક તરફ કેદારનાથ સફળ રહી ત્યારે બીજી તરફ આ જ મહિને સારા અલી ખાનની બીજી ફિલ્મ સિમ્બા રિલીઝ થઈ છે. અને સિમ્બામાં પણ અભિનયના કારણે સારાએ દર્શકોમાં આગવુ સ્થાન મેળવ્યું છે. સારાની ફિલ્મ સિમ્બા માટે પણ તેને જોરદાર પ્રતિક્રિયા પ્રાપ્ત થઈ રહી છે

First Published: 29th December, 2018 19:39 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK