એકતા કપૂરનો ગુસ્સો: "ફોન પર નંબર દેખાતાં કાંપવા લાગે છે પગ"- સાક્ષી તન્વર

Published: Sep 10, 2019, 20:07 IST | મુંબઈ ડેસ્ક

સાક્ષી તન્વર અને એકતા કપૂર સાથેના પોતાના બે દાયકાના સંબંધો વિશે વાત કરતાં કહે છે કે....

સાક્ષી તન્વર
સાક્ષી તન્વર

ફિલ્મ અને ટીવી કલાકાર સાક્ષી તન્વરે એકતા કપૂરના ગુસ્સાવાળા સ્વભાવ વિશે વાત કરી છે. સાક્ષીએ કહ્યું કે જો એકતા કપૂરનું નામ તેના મોબાઇલ પર આવતો હતો. તેનો અર્થ હતો કે હવે તે ગુસ્સો કરવાની છે. અભિનેત્રી સાક્ષી તન્વર ટૂંક સમયમાં જ ઑલ્ટ બાલાજીની વેબ સિરીઝ "મિશન ઓવર માર્સ"ના માધ્યમછથી એક વાર લાંબા સમય પછી નિર્માતા એકતા કપૂર સાથે કામ કરશે.

આ અવસરે એક ઇન્ટરવ્યૂમાં સાક્ષી તન્વરે એકતા કપૂર સાથે પોતાના બે દાયકાના સંબંધો વિશે વાત કરી છે. સાક્ષીએ આ અવસરે એ પણ કહ્યું કે એકતાનો ગુસ્સો છેલ્લા કેટલાક વર્ષોમાં ઓછો થયો છે. સાક્ષી તન્વર કહે છે, "મારા અને એકતાના સંબંધો આ પહેલા ખૂબ જ પ્રૉફેશનલ હકા. અમે સેટ પર ફક્ત એક કે બે વાર મળ્યા હતા અને અમે બધાં તેનાથી ખૂબ જ ડરી ગયા હતા. જો 'એકતા' તમારા મોબાઇલ પર નામ ચમકે છે તો તેનો અર્થ હવે તે ગુસ્સો કરવાની છે."

સાક્ષી તન્વરે એ પણ કહ્યું કે તાજેતરમાં જ એકતાએ એક સીન જોયું અને તેનાથી તે ખૂબ જ દુઃખી થઈ. ત્યાર બાદ એકતાએ તેને ફોન કર્યો અને કહ્યું કે આ શું કર્યું છે? સાક્ષીએ કહ્યું કે એકતાના કૉલ પછી તે ખરેખર ધ્રૂજી રહી હતી. જ્યારે સાક્ષીએ આ સલાહ આપી કે સીન બીજીવાર શૂટ કરીએ છીએ. ત્યારે એકતાએ કહ્યું કે નહીં, આને આમ જ જવા દો. લોકોને આ જોવા દો કે તમે કર્યું છે શું...

આ પણ વાંચો : આનંદી ત્રિપાઠી: 'મૈયરમાં મનડું નથી લાગતું'ની અભિનેત્રી અત્યારે દેખાય છે આવી

વધુ એક વાત યાદ કરતાં સાક્ષીએ કહ્યું કે એકતા 'કહાની ઘર ઘર કી'ના સેટ પર આવી હતી અને શૉની ટીઆરપી 21થી ઘટીને 20 થઈ ગઈ. જે એક સફળ શૉ માટે એક મહત્વહિન ઘટાડો હતો. સાક્ષએ કહ્યું કે એકતાએ ગુસ્સામાં શૉ બંધ કરી દેવાની ધમકી આપી હતી. તેના પછી બધાં ખૂબ જ ગભરાયેલા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK