Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સાજિદ ખાનની નવી પ્રમોશન-સ્ટાઇલ

સાજિદ ખાનની નવી પ્રમોશન-સ્ટાઇલ

20 August, 2012 05:48 AM IST |

સાજિદ ખાનની નવી પ્રમોશન-સ્ટાઇલ

સાજિદ ખાનની નવી પ્રમોશન-સ્ટાઇલ


sajidહવે દરેક ફિલ્મમેકર પોતાની ફિલ્મના પ્રમોશન માટે અલગ-અલગ માર્કેટિંગ અને પ્રમોશન-સ્ટાઇલ અપનાવતા થઈ ગયા છે. આ પરિસ્થિતિમાં ફિલ્મમેકર સાજિદ ખાને અજય દેવગનને ચમકાવતી પોતાની આગામી ફિલ્મ ‘હિમ્મતવાલા’ની રીમેકના પ્રમોશન માટે આ ફિલ્મનું મુરત યુટ્યુબ નામની લોકપ્રિય વિડિયો-શૅરિંગ વેબસાઇટ પર દેખાડવાનું આયોજન કર્યું છે. આ ફિલ્મનું મુરત બાવીસ ઑગસ્ટે હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં કરવામાં આવશે જેને યુટ્યુબ પર લાઇવ દેખાડવામાં આવશે.

પોતાની આ પ્રમોશન-સ્ટ્રૅટેજી વિશે વાત કરતાં સાજિદ કહે છે, ‘મને મારી ફિલ્મના દરેક પાસામાં મારા દર્શકો સંકળાય એ ગમે છે અને આ કારણે જ મેં તેઓ મુરતની પણ મજા માણી શકે એ માટે આ પહેલાં ક્યારેય કોઈએ અમલમાં ન મૂક્યો હોય એવો આઇડિયા કર્યો છે. આ દિવસે કોઈ પણ વ્યક્તિ બપોરે એક વાગ્યે યુટ્યુબ પર લૉગ-ઇન કરશે તો આ ફિલ્મનું મુરત લાઇવ જોઈ શકશે. આ મુરત શૉટ અજય દેવગન અને ઝરીના વહાબ પર ફિલ્માવવામાં આવશે અને હું શો હોસ્ટ કરીશ.’


Whatsapp-channel Whatsapp-channel

20 August, 2012 05:48 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK