Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સાજિદે ભાઈ વાજિદને કહ્યો લૅજેન્ડ, ઈમોશનલ મૅસેજ સાથે આપી વિદાય

સાજિદે ભાઈ વાજિદને કહ્યો લૅજેન્ડ, ઈમોશનલ મૅસેજ સાથે આપી વિદાય

04 June, 2020 05:10 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સાજિદે ભાઈ વાજિદને કહ્યો લૅજેન્ડ, ઈમોશનલ મૅસેજ સાથે આપી વિદાય

વાજિદ ખાને હૉસ્પિટલમાં પણ મ્યુઝિકનો સાથ નહોતો છોડયો

વાજિદ ખાને હૉસ્પિટલમાં પણ મ્યુઝિકનો સાથ નહોતો છોડયો


બૉલીવુડના મ્યુઝિક ડાયરેક્ટર-કમ્પૉઝર વાજિદ ખાનનું પહેલી જૂને અચાનક મૃત્યુ થતાં બૉલીવુડમાં શોક છવાઈ ગયો હતો. વાજિદને કિડનીની તકલીફ હતી અને તેઓ કોરોના વાયરસની ચપેટમાં પણ આવી ગયા હતા. ભાઈના મૃત્યુ પછી તાજેતરમાં સાજિદ ખાને સોશ્યલ મીડિયા પર તેનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જીવનના અંતિમ દિવસોમાં પણ વાજિદે મ્યુઝિકનો સાથ ન છોડ્યો હોવાનું વીડિયો પરથી સ્પષ્ટ થાય છે. હૉસ્પિટલમાં લીધેલો વીડિયો પોસ્ટ કરવાની સાથે જ સાજિદે ઈમોશનલ મૅસેજ લખીને ભાઈને વિદાય આપી છે.

સાજિદે પોસ્ટ કરેલા વીડિયોમાં વાજિદ હૉસ્પિટલના બેડ પર ફોનમાં પિયાનો વગાડી રહ્યો છે. આ વીડિયો સાથે સાજિદે કૅપ્શમાં લખ્યું છે કે, 'દુનિયા છુટી ગઈ, બધું છુટી ગયું, ના તે કયારેય મ્યુઝિક છોડયું, ના તો મ્યુઝિક ક્યારેય તને છોડશે. મારો ભાઈ લૅજેન્ડ છે અને લૅજેન્ડ ક્યારેય મરતાં નથી. હું તને હંમેશા પ્રેમ કરીશ. મારી ખુશીમાં, મારી દુઆઓમાં, મારા નામમાં તુ હંમેશાં રહીશ.'




સાજિદ-વાજિદે સલમાન ખાનની ફિલ્મ 'પ્યાર કિયા તો ડરના ક્યા'થી કરિઅરની શરૂઆત કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

04 June, 2020 05:10 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK