Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હું હજી પણ સસ્પેન્ડ છુંઃ સાજીદ ખાન

હું હજી પણ સસ્પેન્ડ છુંઃ સાજીદ ખાન

25 April, 2019 11:59 AM IST | મુંબઈ

હું હજી પણ સસ્પેન્ડ છુંઃ સાજીદ ખાન

સાજીદ ખાન (File Photo)

સાજીદ ખાન (File Photo)


સાજિદ ખાન અને જૉન એબ્રાહમ એક ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે સાજિદનું કહેવું છે કે તે હજી પણ સસ્પેન્ડ છે. me too મૂવમેન્ટમાં ત્રણ મહિલાઓએ સાજિદ ખાન પર જાતીય સતામણીનો આરોપ મૂક્યો હતો. તે ‘હાઉસફુલ ૪’ને ડિરેક્ટ કરી રહ્યો હતો અને આ આરોપ મૂકવામાં આવતાં તેને ફિલ્મમાંથી ડિરેક્ટરની ખુરશી પરથી હટાવી દેવામાં આવ્યો હતો. આ આરોપ મૂકવામાં આવતાં ધ ઇન્ડિયન ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ અસોસિએશન દ્વારા તેને એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. હાલમાં જ એવી વાતો ચાલી રહી હતી કે સાજિદે તેની આગામી ફિલ્મની ãસ્ક્રપ્ટ જૉનને સંભળાવી છે અને તેણે આ ફિલ્મમાં રસ દેખાડ્યો છે. તેમણે ૨૦૧૨માં આવેલી ‘હાઉસફુલ ૨’માં સાથે કામ કર્યું હતું.

આ પણ વાંચોઃ સાજિદ ખાને કપડાં ઉતારવા કહ્યું હતું : સિમરન સૂરી



તેમની સાથે ફિલ્મ આવી રહી છે એ વિશે પૂછતાં સાજિદે કહ્યું હતું કે ‘આ માત્ર અફવા છે. ડિરેક્ટર્સ અસોસિએશન દ્વારા મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. હું છ મહિનાથી કોઈ કામ નથી કરી રહ્યો. હું આગામી થોડા મહિનામાં મારું સસ્પેન્શન પૂરું કરીશ અને ત્યાર બાદ આગામી ફિલ્મ માટે કામ કરીશ.’


Whatsapp-channel Whatsapp-channel

25 April, 2019 11:59 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK