પહેલાં તો સૈફે પોતાના ફૅન્સ તરફ હાથ દેખાડ્યો હતો, પરંતુ પછીથી સિચુએશન આઉટ ઑફ કન્ટ્રોલ થતાં સૈફ અને તિગ્માંશુ બન્ને બાજુમાં આવેલી એક રેસ્ટોરાંના કિચનમાં ઘૂસી ગયા હતા જેથી તેમને કોઈ જોઈ ન શકે. જોકે સૈફ લખનઉમાં શૂટિંગ કરી રહ્યો હતો ત્યાં તેની સાથે સમય ગાળવા કરીના પણ લખનઉ પહોંચી ગઈ છે અને તે ત્યાં ત્રણ દિવસ રોકાવાની છે.