સૈફ-કરીના સાથે આ રીતે વેકેશન મનાવી રહ્યો છે તૈમુર, જુઓ ફોટોઝ

Published: Jun 03, 2019, 12:54 IST | મુંબઈ

સૈફ અલી ખાન હાલ પરિવાર સાથે વેકેશન મનાવી રહ્યો છે. પત્ની કરીના કપૂર અને પુત્ર તૈમુર અલી ખાન સાથે 30 મેથી સૈફ અલી ખાન વેકશન પર છે.

Image Courtesy: Poonam Damania's Instagram
Image Courtesy: Poonam Damania's Instagram

સૈફ અલી ખાન હાલ પરિવાર સાથે વેકેશન મનાવી રહ્યો છે. પત્ની કરીના કપૂર અને પુત્ર તૈમુર અલી ખાન સાથે 30 મેથી સૈફ અલી ખાન વેકેશન પર છે. આને પટૌડી ફેમિલીના આ વેકેશન ફોટોઝ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ વેકેશન પર જવા દરમિયાન ક્યુટ તૈમુર મુંબઈ એરપોર્ટ પર પાયજામામાં દેખાયો હતો. અને ફોટોગ્રાફર્સને હાય પણ કર્યું હતું.

જો કે તે સમયે ચર્ચા હતી કે સૈફ પરિવાર સાથે વેકેશન મનાવવા ક્યાં જઈ રહ્યા છે. જો કે હવે ખુદ સૈફ અને કરીનાએ જ ફેન્સના આ સવાલનો જવાબ આપી દીધો છે. તાજેતરમાં જ આ ત્રિપુટીના વેકેશન મનાવતા ફોટોઝ સામે આવ્યા છે, જે મુજબ તૈમુર મમ્મી-પપ્પા સાથે યુકેમાં ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યો છે. તાજેતરમાં જ તૈમુરને તેડીને સૈફ અલી ખાન સાથે કરીનાનો ફોટો સામે આવ્યો છે, આ ફોટો તુસ્કનીનો છે, જ્યાં તેઓ વેકેશન એન્જોય કરી રહ્યા છે.

 
 
 
View this post on Instagram

Hello from Tuscany from the Pataudi's 😍😍😍

A post shared by Poonam Damania (@poonamdamania) onJun 2, 2019 at 7:34pm PDT

કરીનાની સ્ટાલિસ્ટે પટૌડી ફેમિલીના આ વેકેશનના ફોટોઝ શૅર કર્યા છે. જેમાં તેણે લખ્યું છે,'Hello from Tuscany from the Pataudi's'. બીજા ફોટોઝમાં કરીના કપૂર અને સૈફ અલી ખાન પોઝ આપતા દેખાઈ રહ્યા છે, તુસ્કનના બીચ પરનો આ ફોટો છે.

તો આ સૈફીનાનો સન કિસ્ડ ફોટો તમને પણ વેકેશન પર જવા માટે લાલચ જગાવી દેશે.

tuscany kareena saif

 
 
 
View this post on Instagram

Soaking in the sun 💥💥💥

A post shared by Poonam Damania (@poonamdamania) onJun 2, 2019 at 7:46pm PDT

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરીના કપૂરે તાજેતરમાં જ ટેલિવિઝન સ્ક્રીન પર ડેબ્યુ કર્યો છે. કરીના કપૂર એક ડાન્સ રિયાલિટી શો જજ કરી રહી છે. આ ઉપરાંત કરીના કપૂર અપકમિંગ ફિલ્મ Good Newsમાં દેખાશે, જેમાં તેની સામે અક્ષયકુમાર અને દિલજીત દોસાંજ તેમજ કિયારા અડવાણી છે. આ પિલ્મમાં તૈમુર અલી ખાન પણ મમ્મી સાથે ડેબ્યુ કરે તેવી ચર્ચા છે.

આ પણ વાંચોઃ Brahmastra: ગંગા કિનારે આ રીતે શૂટિંગ કરી રહ્યા છે આલિયા ભટ્ટ-રણબીર કપૂર

સૈફ અલી ખાનના નેક્સ્ટ પ્રોજેક્ટની વાત કરીએ તો સૈફ સેક્રેડ ગેમ્સ 2ની તૈયારીમાં વ્યસ્ત છે. આ ઉપરાંત તાનાજીઃ ધ અનસંગ વોરિયરમાં પણ અજય દેવગણની સાથે રોલની તૈયારી કરી રહ્યો થે

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK