સૈફ અલી ખાને પત્ની અને બાળકોને આપ્યા સીક્રેટ મેસેજ, જાણો અહીં...

Published: Oct 16, 2019, 14:01 IST | મુંબઈ ડેસ્ક

સોશિયલ મીડિયાથી અંતર જાળવતા સૈફ અલી ખાને પોતાના પરિવારજનો માટે કેટલાક સીક્રેટ સંદેશા મોકલ્યા છે.

સૈફ અલી ખાન સાથે કરીના કપૂર ખાન
સૈફ અલી ખાન સાથે કરીના કપૂર ખાન

બોલીવુડ એક્ટર સૈફ અલી ખાન ટૂંક સમયમાં જ પોતાના ચાહકો માટે ધમાકેદાર ફિલ્મ 'લાલ કપ્તાન' લઈને આવી રહ્યો છે. હાલ સૈફ અલી ખાન પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. દરમિયાન સોશિયલ મીડિયાથી અંતર જાળવતા સૈફ અલી ખાને પોતાના પરિવારજનો માટે કેટલાક સીક્રેટ સંદેશા મોકલ્યા છે.

ફિલ્મ લાલ કપ્તાનનું ધમાકેદાર ટ્રેલર સામે આવી ચૂક્યું છે. આ ફિલ્મમાં સૈફનો એક અલગ જ લૂક જોવા મળે છે. પોતાની ફિલ્મનું પ્રમોશન કરતાં સૈફ અલી ખાને પિન્કવિલા સાથે વાતચીત કરી હતી, જ્યાં તેને એક મજેદાર ટાસ્ક આપવામાં આવ્યો હતો. આમાં સૈફ અલી ખાનને કહેવાયું હતું કે તેને પોતાની ફેમિલીની સોશિયલ મીડિયા પોસ્ટ પર કંઇક સીક્રેટ મેસજ છોડવાના છે.

સૌથી પહેલા સૈફ અલી ખાને પોતાની પત્ની કરીના કપૂર ખાનની તસવીર પર કોમેન્ટ કરી જેમાં કરીના પોતાના રેડિયો શૉ વૉટ વુમન વૉન્ટના સેટ પર સૈફ અલી ખાન સાથે ઊભી છે. આ તસવીર પર સૈફ અલી ખાને લખ્યું, "એક સુંદર મહિલાની બાજુમાં ચપ્પલ પહેરીને ઊભા રહેવું એક ખરાબ આઇડિયા છે." તેના પછી સૈફ અલી ખાને દીકરા ઇબ્રાહિમ ખાનની તસવીર પર કોમેન્ટ કરતાં લખ્યું, "હેય હેન્ડસમ, તમે કોના જેવા દેખાઓ છો" આ મજેદાર કોમેન્ટ સાથે સૈફ અલી ખાને સારા અલી ખાનની પણ અનેક તસવીરો લાઇક કરી.

સૈફ અલી ખાન કોઇપણ સોશિયલ મીડિયા પર નથી પણ તેની કોમેન્ટ જોઇને સ્પષ્ટ થાય છે કે જો તે સોશિયલ મીડિયા પર એક્ટિવ થશે તો તેના કોમેન્ટ્સ જોવા લાયક હશે. સૈફ અલી ખાને આગળ જણાવ્યું તે "મને લાગે છે કે હું સોશિયલ મીડિયા પર ખૂબ જ બોરિંગ થવાનો છું, હું લોકોને સોશિયલ મીડિયા પર બર્થડે વિશ કરવાને બદલે સામેથી વિશ કરવામાં વિશ્વાસ ધરાવું છે."

આ પણ વાંચો : Happy Birthday Dreamgirl: જાણો હેમા માલિનીના જીવનની ખાસ વાતો...

સૈફ અલી ખાનની ફિલ્મ લાલ કપ્તાનને નવદીપ સિંહ નિર્દેશિત કરી રહ્યા છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. લાલ કપ્તાન 18 ઑક્ટોબરના રિલીઝ કરવામાં આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK