Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આ છે તૈમુરની ફેવરિટ ગેમ, સૈફ અલી ખાનનો ખુલાસો !

આ છે તૈમુરની ફેવરિટ ગેમ, સૈફ અલી ખાનનો ખુલાસો !

08 May, 2019 01:30 PM IST |

આ છે તૈમુરની ફેવરિટ ગેમ, સૈફ અલી ખાનનો ખુલાસો !

પિતા સૈફ અલી ખાન સાથે તૈમુર

પિતા સૈફ અલી ખાન સાથે તૈમુર


કરીના અને સૈફનો ક્યૂટ ક્યૂટ સન તૈમુર સોશિયલ મીડિયા સેન્સેશન છે. તાજેતરમાં જ તૈમુરનો મામલો પોલીસ સ્ટેશન પર પહોંચી ચૂક્યો છે. તૈમુરના ફોટોઝ લેવા માટે સૈફ કરીનાના ઘરની બહાર પાપારાઝીઓની ભીડથી કંટાળેલા પાડોશીઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જો કે તૈમુરના ફોટોઝ તો હજીય સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ જાય છે.

જો કે ચોંકાવનારી વાત એ છે કે આ ફોટગ્રાફર્સની અસર તૈમુર પર પણ પડી રહી છે. તૈમુરને લઈ હવે સૈફ અલી ખાને આશ્ચર્યજનક ખુલાસો કર્યો છે. હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતા સૈફે તૈમુરની ગમતી ગેમ અંગે ખુલાસો કર્યો છે. સૈફે કહ્યું,' તૈમૂરને સામાન્ય રીતે તેની ઉમરમાં રમાતી ગેમો રમવી ઘણી ઓછી ગમે છે. તૈમૂર મારા અને કરીના કરતા વધારે મીડિયા અટેન્શન ધરાવે છે અને તે ફોટોગ્રાફર્સને મીડિયાવાલે કહીને બોલાવે છે. તૈમૂર ઘણીવાર લોકો તરફ કેમેરા પોઈન્ટ કરીને 'ખિચિક ખિચિક' બોલશે. જાણે પોતે ફોટોગ્રાફર્સ હોય અને લોકોના ફોટોઝ ક્લિક કરી રહ્યો હોય.



ઉલ્લેખનીય છે કે તૈમુર અલી ખાન સોશિયલ મીડિયામાં સૌથી ફેવરીટ બાળક છે. તૈમુર પોતાના નામથી ફેન ક્લબ પણ ધરાવે છે. કરિના કપૂરે હમણા જ કહ્યું હતું કે, તૈમુર ફ્રેન્ડલી બાળક છે અને લોકો સાથે હળીમળી જાય છે. હમણા જ કેટલાક દિવસ પહેલા કરિના કપૂર પોતે તૈમુર અલી ખાનને પ્લે-સ્કૂલ લેવા ગઈ હતી જેના ફોટોઝ ક્લિક થયા હતા. કરીના કપૂર પછી હવે પિતા સૈફ અલી ખાને તૈમૂર વિશે વાત કરતા તેની ફેવરીટ ગેમ વિશે ખુલાસો કર્યો હતો.


આ પણ વાંચો:આ કચ્છી વ્યક્તિની ફિલ્મો બોક્સ ઓફિસ પર મચાવે છે ધમાલ

આ સિવાય તૈમૂર ઘણીવાર સૈફ સાથે મસ્તી કરતો જોવા મળે છે. તૈમૂર સૈફ અલી ખાનના ખભા પર ચઢી જાય છે જાણે તેની માટે આ દુનિયાની બેસ્ટ સવારી છે. સૈફ તૈમૂરને લઈને ઘણો કોન્સિયસ છે હાલમાં જ વધારે ફોટોઝ ક્લિક કરવા પર તે મીડિયા પર ગુસ્સે થયો હતો


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2019 01:30 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK