Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તૈમુરના ફિલ્મોમાં ડેબ્યુ અંગે સૈફ અલી ખાને કહ્યું...

તૈમુરના ફિલ્મોમાં ડેબ્યુ અંગે સૈફ અલી ખાને કહ્યું...

27 August, 2019 08:06 PM IST | મુંબઈ

તૈમુરના ફિલ્મોમાં ડેબ્યુ અંગે સૈફ અલી ખાને કહ્યું...

પપ્પા સૈફ સાથે તૈમુર

પપ્પા સૈફ સાથે તૈમુર


બોલીવુડ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ કરીના કપૂરના પુત્ર તૈમુર અલી ખાન રોજેરોજ નવા મુદ્દે ચર્ચામાં રહે છે. તૈમુરની દરેક એક્ટિવિટી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ જાય છે. લગભગ બધા જ લોકોને તૈમુરના ફોટા જોવા ગમે છે. પરંતુ તાજેતરમાં જ એવા સમાચાર આવ્યા હતા કે તૈમુર ટૂંક જ સમયમાં મોટા પડદે દેખાઈ શકે છે, એટલે કે તેઓ ટૂંક સમયમાં જ ફિલ્મોમાં દેખાશે. પરંતુ તૈમુર અલી ખાનના પપ્પા સૈફ અલી ખાને આ તમામ સમાચારોને ખોટા ગણાવતા કહ્યું છે કે હમણાં તો કોઈ ચાન્સ જ નથી.

હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા એક ઈન્ટવર્યુમાં સૈફ અલી ખાને કહ્યું,'હું આશ્ચર્યચકિત છું. કેટલાક લોકો અને બરાબર ઓળખતા નથી. મને આશ્ચર્ય છે કે 30 વર્ષ કરતા વધુ સમયથી મને ઓળખવા છતાંય લોકો કહે છે કે અમે તૈમુરને ફિલ્મોમાં મોકલીશું અને તેને એક ખરાબ સપના કે બ્લેક મિરર તરફ જવા દઈશું. જો કે હાલ કોઈ ચાન્સ નથી. અમે ક્યારેય આવું નહીં કરીએ.'



પત્ની કરીના કપૂર અને તૈમુર સાથે લંડનમાં સમય અંગે સૈફ અલી ખાને કહ્યું કે તેઓ કોઈ પણ પ્રકારના અટેન્શનથી દૂર રહીને ખૂબ જ ખુશ છે. તેમણે કહ્યું,'અમારા ઘરથી દૂર રહેવા માટે ફોટોગ્રાફર્સનો આભાર. તેમણે આવું કરવામાં ક્લાસ બતાવ્યો છે. મારી એ લોકોને દિલથી અપીલ છે, કે તૈમુરને થોડો નોર્મલ પણ થવા દો. તૈમુર હમણાં લંડનમાં હતો અને લાંબા સમય સુધી તેણે કેમેરો નહોતો જોયો. હું તમને ખાતરીપૂર્વક કહું છું કે તેણે કેમેરાને યાદ નથી કર્યો.!'


આ પણ વાંચોઃ મિશા કપૂરની બર્થ ડે પાર્ટીમાં હાજર રહ્યા આ ક્યુટ સ્ટાર કિડ્સ, જુઓ ફોટોઝ

ઉલ્લેખનીય છે કે તૈમુરના ફોટો જુદા જુદા અવસરો પર આવતા રહે છે, તાજેતરમાં જ જન્માષ્ટમીના પર્વે તૈમુરના ફોટોઝ અને વીડિયોઝ વાઈરલ થયા હતા, જેમાં તે દહીં હાંડી ફોડતા દેખાયો હતો. ત્યારથી જ ચર્ચા છે કે તૈમુર બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે. અને હવે સૈફ અલી ખાને આ સમાચાર ખોટા ગણાવ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

27 August, 2019 08:06 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK