Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સૈફ અને કરીનાનાં લગ્ન દિલ્હીમાં ને પછી મુંબઈમાં ભવ્ય સેલિબ્રેશન

સૈફ અને કરીનાનાં લગ્ન દિલ્હીમાં ને પછી મુંબઈમાં ભવ્ય સેલિબ્રેશન

29 August, 2012 06:51 AM IST |

સૈફ અને કરીનાનાં લગ્ન દિલ્હીમાં ને પછી મુંબઈમાં ભવ્ય સેલિબ્રેશન

સૈફ અને કરીનાનાં લગ્ન દિલ્હીમાં ને પછી મુંબઈમાં ભવ્ય સેલિબ્રેશન


saif-kareena-marriage-dateસૈફ અલી ખાન અને કરીના કપૂરનાં લગ્ન વિશે લાંબા સમયથી જાતજાતની અટકળો થઈ રહી છે ત્યારે સૈફની માતા શર્મિલા ટાગોર ‘મિડ-ડે’ સાથેની ખાસ વાતચીતમાં કહે છે, ‘સૈફ અને કરીનાનાં લગ્ન બે ભાગમાં થશે. પહેલા ભાગમાં દિલ્હીમાં માત્ર નિકટના કુટુંબીજનોની હાજરીમાં પારંપરિક વિધિ કરવામાં આવશે જ્યારે બીજા ભાગમાં મુંબઈમાં મિત્રો માટે ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવશે.’

માનવામાં આવે છે કે સૈફની નાની બહેન જ્વેલરી-ડિઝાઇનર સબા અલી ખાન મમ્મી શર્મિલા સાથે મળીને આ લગ્નના તમામ આયોજનની જવાબદારી નિભાવી રહી છે.



છેલ્લા કેટલાક સમયથી સૈફના વતન પટૌડીના તેમના પરંપરાગત પૅલેસમાં સમારકામ થઈ રહ્યું હોવાથી માનવામાં આવતું હતું કે સૈફ અને કરીનાનાં લગ્ન આ પૅલેસમાં થશે. જોકે શર્મિલા ટાગોર આ શક્યતા પર પૂર્ણવિરામ મૂકતાં કહે છે, ‘એ વાત સાચી છે કે પટૌડીના પૅલેસમાં રિનોવેશન ચાલી રહ્યું છે, પણ ત્યાં લગ્ન કરવાનો કોઈ જ ઇરાદો નથી. હકીકતમાં નવાબસાહેબના અવસાન પછીની અંતિમયાત્રા વખતે જ મને અહેસાસ થયો હતો કે અહીંના બગીચામાં તેમ જ આસપાસના વિસ્તારમાં રિપેરિંગની જરૂર છે. આ જરૂરિયાતને કારણે રિનોવેશન થઈ રહ્યું છે અને એક દીવાલ પણ બાંધવામાં આવી છે. જોકે આ રિનોવેશનનો લગ્ન સાથે કોઈ સંબંધ નથી.’


Whatsapp-channel Whatsapp-channel

29 August, 2012 06:51 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK