ભૂત પોલીસના શૂટિંગ માટે સૈફ અલી ખાન અને અર્જુન કપૂર જેસલમેર પહોંચ્યા

Published: 8th January, 2021 18:14 IST | Mumbai correspondent | Mumbai

ફિલ્મની ટીમનો ફોટો ટ્વિટર પર શૅર કરીને ટ્રેડ ઍનૅલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કર્યું હતું કે ‘સૈફ અલી ખાન અને અર્જુન કપૂર ‘ભૂત પોલીસ’ની ટીમ સાથે જેસલમેર પહોંચ્યા છે.

ભૂત પોલીસના શૂટિંગ માટે સૈફ અલી ખાન અને અર્જુન કપૂર જેસલમેર પહોંચ્યા
ભૂત પોલીસના શૂટિંગ માટે સૈફ અલી ખાન અને અર્જુન કપૂર જેસલમેર પહોંચ્યા

સૈફ અલી ખાન અને અર્જુન કપૂર ‘ભૂત પોલીસ’ના શૂટિંગ માટે જેસલમેર ઊપડી ગયા છે. આ ફિલ્મમાં તેમની સાથે જાવેદ જાફરી, યામી ગૌતમ અને જૅકલિન ફર્નાન્ડિસ પણ જોવા મળશે. થોડા સમય પહેલાં જ તેમણે હિમાચલ પ્રદેશનું શેડ્યુલ પૂરું કર્યું હતું. આ વર્ષે આ ફિલ્મ રિલીઝ થવાની છે. ફિલ્મની ટીમનો ફોટો ટ્વિટર પર શૅર કરીને ટ્રેડ ઍનૅલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કર્યું હતું કે ‘સૈફ અલી ખાન અને અર્જુન કપૂર ‘ભૂત પોલીસ’ની ટીમ સાથે જેસલમેર પહોંચ્યા છે. પવન ક્રિપલાણી આ ફિલ્મના ડિરેક્ટર અને રમેશ તૌરાણી અને અક્ષય પુરી પ્રોડ્યુસર છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK