Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સૈફ- અજયે તાનાજીઃ ધ અનસંગ વૉરિયરની અંતિમ લડાઈનું શૂટ કર્યું શરૂ

સૈફ- અજયે તાનાજીઃ ધ અનસંગ વૉરિયરની અંતિમ લડાઈનું શૂટ કર્યું શરૂ

13 January, 2020 04:24 PM IST | મુંબઈ

સૈફ- અજયે તાનાજીઃ ધ અનસંગ વૉરિયરની અંતિમ લડાઈનું શૂટ કર્યું શરૂ

અજય અને સૈફ લડશે અંતિમ લડાઈ!

અજય અને સૈફ લડશે અંતિમ લડાઈ!


આજથી તાનાજી ધ અનસંગ વૉરિયરનું સૌથી મહત્વનો એવો અંતિમ યુદ્ધનું શૂટિંગ શરૂ થઈ ગયુ છે. ક્લાઈમેક્સ સીન માટે અજય દેવગણ અને સૈફ અલી ખાન એક અઠવાડિયા માટે શૂટ કરશે.

સિંહગઢની લડાઈ પર આધારિત આ ક્લાઈમેક્સ સીન એક્શન ડિરેક્ટર રમઝાન બુલુત કોરિયોગ્રાફ કરી રહ્યા છે. જેમણે ઈન્ફર્નો, રશ જેવી હોલીવુડ ફિલ્મો કરી છે. સૈફ અલી ખાને આ ફિલ્મ માટે સાત અઠવાડિયાની તલવારબાજીની તાલીમ લીધી હતી. સૈફ ફિલ્મમાં ઉદયભાણની ભૂમિકામાં છે. જે ઔરંગઝેબની સેનામાં ફરજ બજાવે છે.

સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે ફાઈનલ બેટલ માટે આખો સેટ તૈયાર કરવામાં આવ્યો છે. સૈફ અને અજય બંનેની છેલ્લા કેટલાક અઠવાડિયાથી તાલીમ ચાલી રહી છે. સૈફને બુલુતે પોતે કોચ કર્યા છે, જેઓ ખાસ તુર્કીથી આ ફિલ્મ માટે આવ્યા છે.

સૈફની ટ્રેનિંગ લાંબી તલવારોથી લડાઈ કરવાની હતી. જે બાદ તે અજય સામે અંતિમ તલવારબાજી કરશે, જેઓ ફિલ્મમાં તાનાજી માલસુરેની ભૂમિકામાં છે. જ્યારે બુલુતને તમામ તૈયારીઓથી સંતોષ થયો ત્યારે જે તેમણે આ એક્શન સીન શૂટ કરવાની મંજૂરી આપી છે.

આ પણ વાંચોઃ અજય દેવગણે કૃણાલ પંડ્યાને આપી ફિલ્મની ઓફર, કહ્યું કંઈક આવું !



સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાઠોડ અને તાનાજી વચ્ચેની આ લડાઈનો સીન 15 મિનિટ હશે. જેમાં તમામ બારીકીઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

13 January, 2020 04:24 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK