ધ કપિલ શર્મા શૉમાં સાહોને લઈને પ્રભાસે કર્યો આ ખુલાસો

Published: Aug 23, 2019, 19:38 IST

સાહો સ્ટાર પ્રભાસ અને શ્રદ્ધા કપૂર હાલ તેની આગામી ફિલ્મ સાહોના પ્રમોશનને લઈને વ્યસ્ત છે. હાલમાં જ શ્રદ્ધા અને પ્રભાસ ટીવી રિયાલિટી શૉ નચ બલિયે 9માં જોવા મળ્યા હતા. નચ બલિયે 9 પછી બન્ને સ્ટાર ધ કપિલ શર્મા શૉમાં પહોંચ્યા.

સાહો સ્ટાર પ્રભાસ અને શ્રદ્ધા કપૂર હાલ તેની આગામી ફિલ્મ સાહોના પ્રમોશનને લઈને વ્યસ્ત છે. હાલમાં જ શ્રદ્ધા અને પ્રભાસ ટીવી રિયાલિટી શૉ નચ બલિયે 9માં જોવા મળ્યા હતા. નચ બલિયે 9 પછી બન્ને સ્ટાર ધ કપિલ શર્મા શૉમાં પહોંચ્યા. સોની ટીવી અને કપિલ શર્માએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શૉની કેટલીક ક્લિપ્સ શૅર કરી હતી. આ વીડિયોમાં કપિલ શર્મા અને સાહોના સ્ટાર્સ મસ્તી કરતા જોવા મળે છે.

 
 
 
View this post on Instagram

Stay tuned 😍 #saaho @actorprabhas @shraddhakapoor #thekapilsharmashow 📺 #tkss

A post shared by Kapil Sharma (@kapilsharma) onAug 23, 2019 at 4:05am PDT

શૉ દરમિયાન કપિલ શર્માએ પ્રભાસને ઘણા પ્રશ્નો પૂછ્યા અને તેની સાથે મજાક પણ કરી હતી. કપિલે પહેલા પ્રભાસને પૂછ્યું કે જો તમને એક દિવસ માટે વડાપ્રધાન બનાવવામાં આવે તો શું કરશો. મસ્તીના મૂડમાં પ્રભાસે જવાબ આપ્યો કે તે ઈન્ડસ્ટ્રીના બધા જ ઈન્ટરવ્યૂ બંધ કરી દેશે. ફિલ્મના બજેટ વિશે પૂછેલા કપિલ શર્માનાં પૂછેલા પ્રશ્નનો પણ પ્રભાસે જવાબ આપ્યો હતો. કપિલ શર્માએ પૂછ્યું કે ફિલ્મ ઘણી મોંઘી લાગી રહી છે ફિલ્મ બનાવવા માટે કેટલો ખર્ચ આવ્યો ત્યારે પ્રભાસે જવાબ આપ્યો હતો 350 કરોડ. ફિલ્મનું બજેટ સાંભળીને કપિલ શર્મા અને અર્ચના પૂરણસિંહ આશ્ચર્યમાં પડી ગયા.

આ પણ વાંચો: બાળપણમાં આવા લાગતા હતા આપણા બોલીવુડ સ્ટાર્સ

પ્રભાસ અને શ્રદ્ધા કપૂર સ્ટારર સાહો 30 ઓગસ્ટે રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મને લઈને લોકોમાં ઘણો રોમાંચ જોવા મળી રહ્યો છે અને લોકો ફિલ્મની ઘણા સમયથી રાહ જોઈ રહ્યાં છે. જોવાનું રહેશે કે, બાહુબલીમાં પોતાના દમદાર પરફોર્મન્સના કારણે લોકોનું મન જીતનારો પ્રભાસ સાહોમાં ફરી આ કારનામું કરી શકે છે કે નહી

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK