અનુષ્કા શેટ્ટી સાથે રિલેશન અંગે પ્રભાસે તોડ્યું મૌન, કહ્યું...

Published: Aug 19, 2019, 12:26 IST | મુંબઈ

સાઉથના સુપરસ્ટાર પ્રભાસ અને એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટીના રિલેશનશિપ અંગે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. એવી પણ વાત છે કે બંને પોતાની સુપરહિટ ફિલ્મ 'બાહુબલી' સમયથી જ એકબીજાને જેટ કરી રહ્યા છે.

પ્રભાસ અને અનુષ્કા શેટ્ટી
પ્રભાસ અને અનુષ્કા શેટ્ટી

સાઉથના સુપરસ્ટાર પ્રભાસ અને એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટીના રિલેશનશિપ અંગે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. એવી પણ વાત છે કે બંને પોતાની સુપરહિટ ફિલ્મ 'બાહુબલી' સમયથી જ એકબીજાને જેટ કરી રહ્યા છે. જો કે હાલ તો પ્રભાસ પોતાની અપકમિંગ ફિલ્મ સાહોના શૂટિંગમાં વ્યસ્ત છે. પ્રભાસ અને એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાહો રિલીઝ થવા જઈ રહી છે. આ દરમિયાન શ્રદ્ધા કપૂર અને પ્રભાસ બંને ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. શ્રદ્ધા કપૂર અને પ્રભાસ જુદા જુદા શહેરોમાં ફરીને પોતાની અપકમિંગ ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. તાજેતરમાં જ પ્રભાસે એક તમિલ સાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં જ્યારે પ્રભાસને લગ્ન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે લગ્ન જ્યારે થવાના હશે ત્યારે થશે.

તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન પ્રભાસે કહ્યું,'જ્યારે આવું થવાનું હશે એ થશે.' સાથે જ તેમણે એ પણ કહ્યું કે આ લવ મેરેજ કેવી રીતે થઈ શકે છે. કેટલાક દિવસ પહેલા પ્રભાસે મુંબઈ મિરરને આપેલા એક ઈન્ટરવ્યુમાં પોતાની અને અનુષ્કા શેટ્ટીની ડેટિંગ અંગેની અફવા અંગે કહ્યું,'હું અને અનુષ્કા સારા મિત્રો છીએ અને જો આનાથી વધુ કંઈ હોત તો છેલ્લા બે વર્ષમાં કોઈએ તો અને સાથે જોયા જ હોત. આ સવાલ મને કરણ જોહરના શોમાં પણ પૂછવામાં આવ્યો હતો. તે સમયે મેં રાજામૌલી અને રાણા દગ્ગુબાતીને આ સવાલનો જવાબ આપવા દીધો હતો.' તેમણે પણ એવું જ કહ્યું હતું કે અનુષ્કા અને મારા વચ્ચે કશું જ નથી. એવું નથી કે મેં તેમને કશું શીખવ્યું છે.'

આ પણ વાંચોઃ મોન્ટુની બિટ્ટુ-મળો બિટ્ટુની હરખપદુડી પાડોશી 'સૌભાગ્યલક્ષ્મી'ને...

ઉલ્લેખનીય છે કે પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાહો 30 ઓગસ્ટે રિલીઝ થવાની છે. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થવાની છે. પિલ્મમાં નીલ નીતિન મુકેશ, જેકી શ્રોફ, મંદિરા બેટી, મહેશ માંજરેકર, ચંકી પાંડે, અરૂણ વિજય અને મુરલી શર્મા પણ એન્ટરટેઈનમેન્ટ કરતા દેખાશે. સાહો એક એક્શન થ્રિલર ફિલ્મ છે, જેને ટી સિરીઝ અને યુવી ક્રિએશન્સ બેનર અંતર્ગત બની રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK