'સાહો'એ રિલીઝ પહેલા કરી આટલા કરોડની કમાણી... હજી પિક્ચર બાકી છે

Published: Aug 14, 2019, 16:08 IST | મુંબઈ

30 ઓગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થનારી ફિલ્મ સાહોની ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થવાની સાથે જ લોકોની ઉત્સુક્તા વધી ગઈ છે.

30 ઓગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થનારી ફિલ્મ સાહોની ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થવાની સાથે જ લોકોની ઉત્સુક્તા વધી ગઈ છે. ટ્રેલર જોઈને લાગી રહ્યું છે કે ફિલ્મમાં ખૂબ જ પૈસા ખર્ચવામાં આવ્યા છે. એવા રિપોર્ટ્સ પણ છે કે ફિલ્મનું બજેટ 350 કરોડ રૂપિયા છે. પરંતુ સાથે જ એવા અહેવાલ પણ આવી રહ્યા છે કે ફિલ્મ પોતાના પૈસા તો રિલીઝ થતા પહેલા જ વસુલી ચૂકી છે. રિપોર્ટસ મુજબ સાહોએ રિલીઝ પહેલા જ 320 કરોડની કમાણી કરી છે.

મનાઈ રહ્યું છે કે રિલીઝ બાદ પણ ફિલ્મ સારી કમાણી કરી શકે છે, અને ફિલ્મની તેલુગુ સિનેમાના ફેન્સ પણ રાહ જોઈ રહ્યા છે. તો ફિલ્મની નોર્થ ઈન્ડિયામાં પણ ખૂબ જ ડિમાન્ડ છે. એક અંગ્રેજી વેબસાઈટ પ્રમાણે ફિલ્મની કમાણી તમામ ભાષામાં અપાયેલી થિયેટ્રિકલ રાઈટ્સની છે. તેમાં ફિલ્મના ઘણા રાઈટ્સ હજી વેચવાના બાકી છે, જેની ડીલ હજી ફાઈનલ નથી થઈ. ફિલ્મે નોર્થ ઈન્ડિયામાં પણ સારી કમાણી કરી છે. હજી રાઈટ્સ વેચાયા બાદ અને બોક્સ ઓફિસ કલેક્શન આવ્યા બાદ આ આંકડો વધી શકે છે.

ફિલ્મની ફેન્સ કેટલી રાહ જોઈ રહ્યા છે. તેનો અંદાજ ફિલ્મના ટીઝર અને ટ્રેલરને મળેલા રિસ્પોન્સ પરથી આવી શકે છે. હકીકતમાં ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયાના કેટલાક કલાકો બાદ જ લગભગ 20 મિલિયન વાર જોવાઈ ચુક્યુ છે. અને હજી સુધી તે 4 કરોડ 90 લાખ વાર ટ્રેલર લોકોએ જોયું છે. જો ફિલ્મના ટીઝરની વાત કરીએ તો સાહોનું ટીઝર 1 મહિના પહેલા રિલીઝ થયું હતું. અને તેને 5 કરોડ લોકો જોઈ ચૂક્યા છે. આ આંકડા ફક્ત હિન્દી ટ્રેલર અને ટીઝરમાં જ છે.

આ પણ વાંચોઃ Teacher of the Yearનું પહેલું પોસ્ટર રિલીઝ

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 4 ભાષામાં રિલીઝ થવાની છે. આ પહેલા પ્રભાસની ફિલ્મ બાહુબલી ભારતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ સાબિત થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 2 ભાગમાં 3 હજાર કરોડની કમાણી કરી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK