સડક 2ની સિંગર લીના બોઝને થયો કોરોના

Published: Sep 08, 2020, 20:10 IST | Agencies | Mumbai

પોતાની હેલ્થ વિશે લીનાએ કહ્યું હતું, ‘તાજેતરમાં મારું ગીત રિલીઝ થયું હતું અને મેં પૂરી સાવધાની રાખીને મારા કલકત્તાના ઘરથી મેં ઇન્ટરવ્યુ આપ્યો હતો.

લીના બોઝ
લીના બોઝ

‘સડક 2’ની સિંગર લીના બોઝ કોરોના-પૉઝિટિવ થતાં તે કલકત્તામાં હોમ-ક્વૉરન્ટીન છે. તેણે ‘સડક 2’માં ‘તુમ સે હી’ ગીત ગાયું છે. પોતાની હેલ્થ વિશે લીનાએ કહ્યું હતું, ‘તાજેતરમાં મારું ગીત રિલીઝ થયું હતું અને મેં પૂરી સાવધાની રાખીને મારા કલકત્તાના ઘરથી મેં ઇન્ટરવ્યુ આપ્યો હતો. બદ્નસીબે એક દિવસ હું ઘરે આવી અને મારી તબિયત ઠીક નહોતી લાગી રહી. મને લાગ્યું કે આ વાઇરલ હશે એટલે મારી ટેસ્ટ કરાવી. જોકે થોડા દિવસ બાદ મને તાવ આવ્યો અને મેં કોરોના-ટેસ્ટ કરાવી જે પૉઝિટિવ આવી હતી. બે દિવસ અગાઉ મારો રિપોર્ટ આવ્યો છે ત્યારથી મેં મારી જાતને મારા ઉપરના ઘરે ક્વૉરન્ટીન કરી લીધી છે. હું હલકું અને હેલ્ધી ભોજન લઉં છું. સાથે જ દવા પણ લઈ રહી છું. મારી ફૅમિલી પણ સાવધાની રાખતાં કોરોના-ટેસ્ટ કરાવશે. આ બીમારીથી લડવું સહેલું નથી. શરીરનું તાપમાન જ્યારે વધે છે ત્યારે એમ લાગે છે કે તમે સૂરજના તડકા નીચે ઊભા છો. હું વધુ બોલી નથી શકતી. એ ખૂબ કંટાળાજનક લાગે છે. માથાનો દુખાવો, તાવ, કફ અને શરદી પણ છે. હું આરામ કરવાનો પ્રયાસ કરી રહી છું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK