Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Sacred Games Season 2: પાછો આવી રહ્યો છે ગાયતોંડે, ટ્રેલર રિલીઝ

Sacred Games Season 2: પાછો આવી રહ્યો છે ગાયતોંડે, ટ્રેલર રિલીઝ

09 July, 2019 01:25 PM IST | મુંબઈ

Sacred Games Season 2: પાછો આવી રહ્યો છે ગાયતોંડે, ટ્રેલર રિલીઝ

Sacred Games Season 2: પાછો આવી રહ્યો છે ગાયતોંડે, ટ્રેલર રિલીઝ


જાણીતા વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Netflixની વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સની બીજી સિઝનનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે. સેક્રેડ ગેમ્સની બીજી સિઝન 15 ઓગસ્ટતથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. સેક્રેડ ગેમ્સની પહેલી સિઝન જબરજસ્ત હિટ રહી હતી. તેના મીમ્સ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયા હતા. ત્યારથી જ દર્શકોને બીજી સિઝન જોવા માટે દર્શકો ઉત્સાહિત છે.

તમને જણાવી દઈએ કે સેક્રેડ ગેમ્સની પહેલી સિઝનને અનુરાગ કશ્ય અને વિક્રમાદિત્ય મોટવાણીએ ડિરેક્ટ કરી હતી. આ વખતે બીજી સિઝન અનુરાગ કશ્યપ અને નીરજ ધેવાને ડિરેક્ટ કરી છે. આ સિઝનમાં તમને બાકીના કલાકારોની સાથે સાથે બે નવા ચહેરા પણ જોવા મળશે. આ સિઝનમાં કલ્કી કોચલી અને રણવી શૌરી પ દેખાશે. નેટફ્લિક્સે પહેલા જ કહ્યું હતું કે આ મોસ્ટ અવેઈટેડ સિઝનમાં વાર્તા આગળ વધવાની સાથે સાથે ટ્વિસ્ટ આપવા માટે નવા કલાકારો અને પાત્રને સામેલ કરાયા છે.




પહેલી સિઝનમાં રાધિકા આપ્ટે અને કુબ્રા સૈત મહત્વના રોલમાં હતા. પહેલી સિઝનમાં નવાઝુદ્દીના મુખ્ય સાથી બંટીનું પાત્ર ભજવનાર એક્ટર જતીન સરના બીજી સિઝનમાં પણ મહત્વની ભૂમિકા ભજવતા દેખાઈ રહ્યા છે. જો કે પહેલી સિઝનમાં તેની મોત થઈ ગઈ હતી.

આ પણ વાંચોઃ Sanjeev Kumar:જાણો શોલેમાં ઠાકુર બનેલા આ ગુજરાતીની અજાણી વાતો


Sacred Gamesના બીજા સિઝનની સ્ટોરી સરતાજ સિંહની શહેરને બચાવવાની લડાઈ અને ગણેશ ગાયતોંડેને મુંબઈના સૌથી મોટા ડોન તરીકે યથાવત્ રહેવા દરમિયાન મળતા પડકારોનો સામનો કરવાથી શરૂ થશે. ગુરુજીનું પાત્ર પહેલી સિઝનમાં ગાયતોંડેના ત્રીજા બાપ તરીકે દર્શાવાયા હતા. આ સિઝનમાં તેમનો પણ મહ્તવનો રોલ છે. ઉલ્લેખનીય છે કે આ વેબસિરીઝ વિક્રમ ચંદ્રની બુક સેક્રેડ ગેમ્સ પર આધારિત છે.

 

Whatsapp-channel Whatsapp-channel

09 July, 2019 01:25 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK