સેક્રેડ ગેમ્સનો બન્ટી બ્લૅક ઍન્ડ વાઇટમાં

Published: Sep 03, 2020, 18:49 IST | Nirali Dave | Mumbai

અલ્ટ બાલાજીની બ્લૅક ઍન્ડ વાઇટ નામની સિરીઝમાં સુમિત વ્યાસ સાથે ‘સેક્રેડ ગેમ્સ’ ફેમ જતિન સરના મહત્ત્વના રોલમાં જોવા મળશે

જતિન સરના
જતિન સરના

જુદા-જુદા ઓટીટી પ્લૅટફૉર્મ્સ પર જુદા-જુદા જોનરની સિરીઝ તથા ફિલ્મોનું અનાઉન્સમેન્ટ થઈ રહ્યું છે. કોરોનાના કાળમાં તો ફિલ્મો તથા સિરીઝનો ફાયદો પણ સારો થયો. જેમ પર્ટિક્યુલર જોનરની સિરીઝ અને ફિલ્મો જોવાઈ રહી છે તેમ અમુક કલાકારો પણ એવા છે જેમનું નામ ડિજિટલ પ્લૅટફૉર્મના કારણે થયું છે.

ડિયર ફ્રેન્ડ હિટલર, ઓ તેરી, સોનચિડિયા, દરબાર જેવી ફિલ્મોમાં નાનામોટા રોલ તથા અઢળક નાટકોમાં કામ કરી ચૂકેલા જતિન સરના એવો જ એક કલાકાર છે. તેને આજે લોકો આ બધી ફિલ્મો તથા નાટકોના કારણે નહીં બલકે ‘સેક્રેડ ગેમ્સ’ના ‘બન્ટી’ પાત્રના લીધે ઓળખે છે! યસ, ‘બન્ટી’ ઉર્ફે જતિન સરના અત્યારે એકથી વધારે ડિજિટલ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. જતિન અલ્ટ બાલાજીની પૉલિટિકલ મિસ્ટરી જોનરની સિરીઝ ‘બ્લૅક ઍન્ડ વાઇટ’ સાથે જોડાયો છે. આ સિરીઝમાં પર્મનન્ટ રૂમમેટ્સ અને ટીવીએફ ટ્રિપલિંગ જેવી વેબ-સિરીઝથી અત્યંત જાણીતો થયેલો અભિનેતા સુમિત વ્યાસ મુખ્ય પાત્રમાં છે. સુમિત વ્યાસ અને જતિન સરના ઉપરાંત ‘બ્લૅક ઍન્ડ વાઇટ’માં ટીના સિંહ, નિધિ સિંહ, અબિગૈલ, સંજય સ્વરાજ સહિતના કલાકારો જોવા મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK