Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > આલિયા શૂટિંગ નહીં, રાબિયાને મિસ કરે છે

આલિયા શૂટિંગ નહીં, રાબિયાને મિસ કરે છે

20 April, 2020 07:42 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આલિયા શૂટિંગ નહીં, રાબિયાને મિસ કરે છે

અનુષા મિશ્રા અને નમ્રતા પાઠક

અનુષા મિશ્રા અને નમ્રતા પાઠક


સબ ટીવીની ‘તેરા ક્યા હોગા આલિયા?’ની લીડ સ્ટાર આલિયા એટલે કે અનુષા મિશ્રા અને ઑન સ્ક્રીન ફ્રેન્ડ રાબિયા એટલે કે નમ્રતા પાઠક બન્ને એકબીજાને અત્યારે કોરોના વેકેશનમાં પણ એકદમ નિયમિત કહેવાય એવા કૉન્ટૅક્ટમાં છે. મેસેજ અને ફોન-કૉલ્સ ઉપરાંત બન્ને દિવસમાં બે-ચાર વાર વિડિયો-કૉલ્સ પણ કરી લે છે. હકીકત એ છે કે બન્ને એકબીજાના ઑનસ્ક્રીન બેસ્ટ ફ્રેન્ડ જ નહીં, એકબીજાના રિયલ લાઇફના પણ બેસ્ટ ફ્રેન્ડ્સ છે. બન્ને મળ્યાં પહેલી વાર શૂટ પર, પણ પછી બન્નેની કેમેસ્ટ્રી એવી તો મૅચ થઈ કે આલિયા અને રાબિયા ધીંગામસ્તીમાં પણ માસ્ટર થઈ ગયાં. બન્ને વિનાનો સેટ પણ સાવ સૂનો લાગવો શરૂ થઈ ગયો. આ જ કારણ છે કે કોરોનાને લીધે લૉકડાઉન છે ત્યારે આખું યુનિટ ઘરમાં બેઠું શૂટિંગના દિવસો યાદ કરી રહ્યું છે અને આલિયા-રાબિયા એકબીજાને.

આલિયા શૂટિંગ કરતાં પણ વધારે જો કોઈને મિસ કરતી હોય તો એ છે રાબિયા. આલિયા કહે છે, ‘શૂટ પર આખો સેટ માથે લેવાનું કામ અમે કરીએ છીએ. એકની શરૂઆત હોય અને બીજો એમાં અચૂક જોડાયો હોય. આઇ એમ મિસિંગ ધોસ ડેઝ. અમે કૉન્ટૅક્ટમાં છીએ અને વાત કર્યા વિના અમારો દિવસ પૂરો નથી થતો, પણ એમ છતાં રૂબરૂ મળવાની વાત જુદી જ હોય. આઇ હોપ કે જલદી આ લૉકડાઉન પૂરું થાય અને અમે બન્ને ફરી આખા સેટ પર ધમાલ મચાવીએ.’



અનુષા મિશ્રા યુપીની છે, જ્યારે નમ્રતા પાઠક ગુજરાતી છે એ તમારી જાણ ખાતર.


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2020 07:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK