સાથ નિભાના સાથિયા-2 : શૉના મેકર્સ પહેલા દિવસે આ સીન કરશે શૂટ

Published: 25th September, 2020 18:17 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

શૉની સ્ટોરી ક્યાંથી શરૂ થશે, શૉનો પહેલો સીન શું હશે? તાજેતરની મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, શૉના મેકર્સ સૌથી પહેલા પૂજા સીન શૂટ કરશે.

સાથ નિભાના સાથિયા-2
સાથ નિભાના સાથિયા-2

સ્ટાર Star Plus) પ્લસનો શૉ 'સાથ નિભાના (Saath Nibhana Saathiya-2) સાથિયા-2' 19 ઑક્ટોબરથી ઑનએર થવાનો હતો. આ શૉ શાહિર (Shahir Shekh) શેખ અને રેહા (Reha Sharma) શર્માનો રાતે 9 વાગ્યે આવતો શૉ 'યે રિશ્તે હૈં પ્યાર કે'ને રિપ્લેસ કરશે. 'સાથ નિભાના (Saath Nibhana Saathiya) સાથિયા' શૉની નવી સીઝનની જેમ-જેમ ઑનઍર થવાની તારીખ નજીક આવી રહી છે, તેમ-તેમ ફેન્સ શૉ સાથે જોડાયેલી વાતો જાણવા માગે છે. જેમ કે શૉની સ્ટોરી ક્યાંથી શરૂ થશે, શૉનો પહેલો સીન શું હશે? તાજેતરની મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, શૉના મેકર્સ સૌથી પહેલા પૂજા સીન શૂટ કરશે. જે 22 સપ્ટેમ્બરના રોજ શૂટ કરવામાં આવશે.

પિન્કવિલાએ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણેના એક રિપોર્ટમાં લખ્યું, "દેવોલિના ભટ્ટાચાર્જી એટલે કે ગોપી વહુ અને રૂપલ પટેલ ઉર્ફે કોકિલાબેન 22 સપ્ટેમ્બરના સૌથી પહેલા કાસ્ટ સાથે પહેલા શૂટ કરશે. સૌથી પહેલા તે આ દિવસે પૂજાનું એક શૂટ કરશે."

મળતી માહિતી પ્રમાણે, શૉની જૂની કાસ્ટનું શૂટિંગ 22 સપ્ટેમ્બરના હશે અને આમાં હર્ષ નાગર, સ્નેહા જૈન સહિત નવા કલાકારો પણ સામેલ હશે. સ્નેહા ગહેનાની ભૂમિકા ભજવતી જોવા મળશે, જેની જાહેરાત અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્જીએ કહી હતી. શૉના પ્રોમો વીડિયોમાં દેવોલીના ભટ્ટાચાર્જી એટલે કે હોપી વહુ ગહેના વિશે વાત કરી રહી છે. પ્રોમો જોઇને ચાહકો નવી સીઝન માટે ખૂબ જ ઉત્સાહિત છે.

જણાવવાનું કે, 'સાથ નિભાના સાથિયા-2' શૉ ઘણો સમય પહેલા જ ફ્લોર પર આવવા તૈયાર હતો. પણ આ શૉની એક વીડિયો ક્લિપ વાયરલ થયા પછી મેકર્સે આ શૉની ઑફિશિયલ જાહેરાત કરી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK