સાથ નિભાના સાથિયા-2માં કોણ છે ગહેના?ગોપીએ કરાવ્યો પરિચય,જુઓ નવો પ્રોમો

Updated: 1st October, 2020 18:24 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

આજે સાથ નિભાના સાથિયા 2ની યૂટ્યૂબ ચેનલ પરથી સીરિયલનો નવો પ્રોમો રિલીઝ કરી દેવામાં આવ્યો છે.

સાથ નિભાના સાથિયા 2
સાથ નિભાના સાથિયા 2

સાથ નિભાના સાથિયા (Saath Nibhaana Saathiya 2)ની નવી સીઝનની જાહેરાત થયા પછી સીરિયલના ચાહકોમાં ઉત્સુકતા ખૂબ જ વધી ગઈ છે. ટૂંક સમયમાં જ આ શૉ ઓનઍર થવા જઇ રહ્યો છે. ત્યારે આજે સાથ નિભાના સાથિયા 2 (Saath Nibhaana Saathiya 2)ની યૂટ્યૂબ ચેનલ પરથી સીરિયલનો નવો પ્રોમો રિલીઝ કરી દેવામાં આવ્યો છે.

નવા પ્રોમોમાં દેવોલીના ભટ્ટાચાર્જી એટલે કે સીરિયલની ગોપી વહુ, ગહેનાનો પરિચય કરાવે છે. વીડિયોમાં જોઇ શકાય છે કે ગહેનાના નામે ઘરના બધાં જ સભ્યો બૂમો પાડે છે કોઇકને દવા આપવાનું, તો કોઇકને નાશ્તો, કોઇકના બૂટ ચમકાવવાનું તો બીજું કંઇક આમ ઘરના દરેક કામ કરવા છતાં ગહેનાને તે સન્માન આપવામાં આવતું નથી. તેને પૂરતું ખાવાનું પણ અપાતું નથી. પરિવારનો પુત્ર અનંત જ્યારે પૂછે છે કે આખો દિવસ ઘરમાં બધાંની સેવા કરે છે છતાં તેની સાથે આટલો ભેદભાવ.. તેના વાક્યને અધવચ્ચે અટકાવી પ્રોમોમાં અનંતની ભાભીઓ મળીને ગહેનાનું ઘરમાં સ્થાન અનંતને સમજાવે છે, અને કહે છે કે આ અમેરિકા નથી ઇન્ડિયા છે અને ગહેના ઘરની નોકરાણી છે વહુરાણી નહીં. આની સાથે જ અનંતનો ટોણો મારતા કહે છે કે જો તમારે એટલી જ ચિંતા છે તો બનાવી દોને વહુરાણી. હવે અનંત સામે પ્રશ્ન છે કે શું ગહેના સાથે અનંત લગ્ન કરશે?

શું અનંત કરશે ગહેના સાથે લગ્ન?
આ પ્રશ્નાર્થ સાથે સીરિયલનો બીજો પ્રોમો આજે રિલીઝ કરવામાં આવ્યો છે જેમાં ગહેનાનું પાત્ર સ્નેહા જૈન ભજવતી જોવા મળે છે તો અનંતનું પાત્ર હર્ષ નાગર ભજવી રહ્યો છે. આ સિવાય આકાંશા જુનેજા જે સીરિયલમાં કનકના પાત્રમાં જોવા મળશે. સાથે જ પ્રકાશ વાઘેલા, અલીરાઝા નામદાર, આલિયા નામદાર, જય પાઠક પણ આ શૉમાં મુખ્ય પાત્રો ભજવતા દેખાશે. કલર્સ ગુજરાતી પર આવતી સીરિયલ સાવજ ફેમ અભિનેત્રી નાદિયા હિમાની પણ આ સિરીયલમાં ફરી એકવાર નેગેટિવ રોલમાં જોવા મળશે. આ સીરિયલમાં કોકિલાનું પાત્ર સાથ નિભાના સાથિયાની જેમ જ આ વખતે પણ રૂપલ પટેલ ભજવી રહ્યા છે. જ્યારે ગોપી વહુ તરીકે દેબોલીના ભટ્ટાચાર્જી જોવા મળશે.

નોંધનીય છે કે આ સીરિયલની જાહેરાત રસોડે મેં કૌન થાના સીન પર રીક્રિએટ થયેલા ગીતના ચર્ચામાં આવ્યા પછી થઈ. જો કે મેકર્સે પહેલા જ આ શૉની બીજી સીઝન વિશે વિચારી લીધું હતું અને હાલ આ શૉના ચાહકો આતુરતાથી શૉના ઓનઍર થવાની રાહ જોઇ રહ્યા છે.

First Published: 1st October, 2020 15:50 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK