સાથ નિભાના સાથિયા2નો ફર્સ્ટ પ્રોમો રિલીઝ, ફરી દેવોલીના બની ગોપી વહુ

Updated: 1st September, 2020 16:23 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

સાથ નિભાના સાથિયા2 ટૂંક સમયમાં જ ચાહકોને એન્ટરટેઇન કરશે. શૉનો ફર્સ્ટ પ્રોમો રિલીઝ કરી દેવામાં આવ્યો છે. સાથે જ એ પણ કન્ફર્મ થઈ ગયું છે કે સીરિયલમાં મેઇન લીડ કોણ હશે.

સાથ નિભાના સાથિયા
સાથ નિભાના સાથિયા

દેવોલીના ભટ્ટાચાર્જી (Devoleena Bhattacharjee)ના શૉ સાથ નિભાના સાથિયા (Saath Nibhaana Saathiya)ને દર્શકોએ ભરપૂર પ્રેમ આપ્યો છે. શૉએ ખૂબ જ પૉપ્યુલારિટી મેળવી છે. છેલ્લા કેટલાક દિવસોથી શૉનો એક સીન ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેને જોયા પછી શૉની પૉપ્યુલારિટીને જોતાં મેકર્સે સીરિયલની બીજી સીઝનની જાહેરાત કરી. બીજી સીઝનની અનાઉન્સમેન્ટ બાદ ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.

સાથ નિભાના સાથિયા 2નો પ્રોમો રિલીઝ
સાથ નિભાના સાથિયા 2 ટૂંક સમયમાં જ ચાહકોને એન્ટરટેઇન કરશે. શૉનો ફર્સ્ટ પ્રોમો રિલીઝ કરી દેવામાં આવ્યો છે. સાથે જ એ પણ કન્ફર્મ થઈ ગયું છે કે સીરિયલમાં લીડ કોણ કરશે. અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્જી જ શૉમાં મેઇન લીડ હશે. પ્રોમો શૅર કરતાં દેવોલીનાએ લખ્યું, "પૉપ્યુલર ડિમાન્ડ પર અમે ફરી આવી રહ્યા છીએ."

અહીં જુઓ પ્રોમો : 

 
 
 
View this post on Instagram

We are back by popular demand 🌸 . . #SaathNibhanaSaathiya2 #WhoisGehna #devoleena #gopibahu @starplus @rstfofficial

A post shared by Devoleena Bhattacharjee (@devoleena) onAug 31, 2020 at 8:35am PDT

કોણ છે આ ગહેના?
પ્રોમો વીડિયોમાં દેવોલીના પિન્ક કલરની સાડી અને હાથમાં પૂજાની થાળી સાથે જોવા મળે છે. વીડિયોમાં તે કહે છે કે, "કદાચ રસોડામાં ગહેનાએ કૂકર ગૅસ પર ચડાવી દીધું હશે. આ ગહેના પણ એવી એવી વસ્તુઓ કરે છે કે ક્યારેક મને એકદમ સરપ્રાઇઝ કરી દે છે અને ક્યારેક-ક્યારેક ચોંકાવી દે છે. તમે બધાં વિચારો છો ને કે આ ગહેના કોણ છે? તો ખબર પડી જશે..."

સ્ટારપ્લસના ઑફિશિયલ પેજ પરથી પણ આ પ્રોમો શૅર કરવામાં આવ્યો છે

 
 
 
View this post on Instagram

We're coming back on popular demand! Excited much? #SaathNibhanaSaathiya2, Coming Soon only on StarPlus and Disney+ Hotstar. @devoleena

A post shared by StarPlus (@starplus) onAug 31, 2020 at 9:43am PDT

જણાવવાનું કે સાથ નિભાના સાથિયામાં દેવોલીના ભટ્ટાચાર્જીના કેરેક્ટરનું નામ ગોપી હતું. તે ગોપી વહુના રોલથી ખૂબ જ લોકપ્રિય થઈ હતી. સાથ નિભાના સાથિયા 2માં દેવોલીનાની અપોઝિટમાં સિદ્ધાર્થ શુક્લાને કાસ્ટ કરવાની ચર્ચા છે. જો કે, સિદ્ધાર્થ શુક્લા શૉમાં છે કે નહીં આ બાબતે મેકર્સે અત્યાર સુધી કોઇ જાહેરાત કરી નથી.

First Published: 1st September, 2020 16:05 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK