Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > સાથ નિભાના સાથિયાની બીજી સીઝન માટે હજી એક ખરાબ સમાચાર

સાથ નિભાના સાથિયાની બીજી સીઝન માટે હજી એક ખરાબ સમાચાર

31 October, 2020 05:53 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સાથ નિભાના સાથિયાની બીજી સીઝન માટે હજી એક ખરાબ સમાચાર

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


'સાથ નિભાના સાથિયા'ની બીજી સીઝન માટે હજી એક ખરાબ સમાચાર આવ્યા છે. આ શો TRP ચાર્ટમાં ત્રીજા નંબરે હતી પણ હવે શોના ફેન્સ માટે ખરાબ સમાચાર છે કારણકે માત્ર કોકિલાબેન ઉર્ફ રૂપલ પટેલ જ નહીં પણ ગોપી અને અહમનો રોલ પ્લે કરનારા દેવોલિના અને નાઝીમ પણ શો છોડી રહ્યા છે.

હાલમાં જ આવેલા સ્પોટબોયના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રૂપલ પટેલની જેમ દેવોલિના અને નાઝીમે પણ થોડા જ એપિસોડ સાઈન કર્યા હતા. ત્રણેય એક્ટર્સ નવેમ્બરના મધ્યમાં શોને અલવિદા કહેશે અને ત્યારબાદ શોને ગહના (સ્નેહા જૈન) અને અનંતના રોલ સાથે આગળ વધારવામાં આવશે.



મેકર્સ હાલ રૂપલ પટેલના રોલને આગળ વધારવાની તૈયારીમાં છે જેના માટે વાતચીત ચાલી રહી છે. રૂપલે માત્ર 20 એપિસોડ જ સાઈન કર્યા હતા. ગોપી અને અહમના રોલની પણ વિદાય થવાની છે તેનાથી દર્શકો નિરાશ થઇ શકે છે. ખબર તો એવી પણ છે કે મેકર્સ ત્રણેયને શોમાં કાયમ રાખવામાં માટે મનાવી રહ્યા છે.


BARCના TRP રિપોર્ટમાં આ અઠવાડિયે પણ 'સાથ નિભાના સાથિયા 2' શો ત્રીજા નંબરે છે. પહેલા નંબરે 'અનુપપા' શો સતત બે અઠવાડિયાથી છે. બીજા નંબરે 'કુંડલી ભાગ્ય' છે. 'સાથ નિભાના સાથિયા 2' પછી ચોથા નંબર પર 'કુમકુમ ભાગ્ય' છે. હાલમાં જ શરૂ થયેલ શો 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં'એ સારો દેખાવ કરીને લિસ્ટમાં પાંચમું સ્થાન મેળવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

31 October, 2020 05:53 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK