Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Saand Ki Aankh Teaser:શૂટર દાદી બનવાનો સંઘર્ષ છે દમદાર

Saand Ki Aankh Teaser:શૂટર દાદી બનવાનો સંઘર્ષ છે દમદાર

11 July, 2019 01:07 PM IST | મુંબઈ

Saand Ki Aankh Teaser:શૂટર દાદી બનવાનો સંઘર્ષ છે દમદાર

Saand Ki Aankh Teaser:શૂટર દાદી બનવાનો સંઘર્ષ છે દમદાર


ભૂમિ પેડનેકર અને તાપસી પન્નુની ફિલ્મ સાંડ કી આંખનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યો છે. શૂટર દાદીના રોલમાં બંને એક્ટ્રેસ એક નવા જ અવતારમાં દેખાઈ રહી છે. સાંડ કી આંખ ઉત્તર પ્રદેશના જોહડી ગામની બે વૃદ્ધ મહિલાઓ પ્રકાશી તોમર અને ચંદ્રો તોમરની રિયલ લાઈફ પર આધારિત છે. ફિલ્મને તુષાર હિરાનંદાનીએ ડિરેક્ટ કરી છે.

સાંડ કી આંખ આ વર્ષે દિવાલીમાં રિલીઝ થવાની છે. ફિલ્મના ટીઝરમાં ભૂમિ પેડનેકર અને તાપસી પન્નુની પ્રોફેશનલ શાર્પ શૂટર બનવાની સફર દર્શાવાઈ છે. રિયલ લાઈફમાં ચંદ્રા તોમર અને પ્રકાશી તોમર ત્યારે લાઈમલાઈટમાં આવ્યા હતા, જ્યારે બંનેએ 65 વર્ષની ઉંમરે શૂટિંગમાં 30થી વધુ નેશનલ ચેમ્પિયનશિપ જીતી હતી. બંનેએ જુદી જુદી મુશ્કેલીઓને પાર કરતા શૂટર તરીકે 352 મેડલ જીત્યા છે.



અહીં જુઓ ફિલ્મનું ટીઝર


પોતાના કરિયરમાં પહેલીવાર તાપસી પન્નુ અને ભૂમિ પેડનેકર વૃદ્ધ મહિલાઓનો રોલ કરી રહ્યા છે. બંને મેક અપ દ્વારા આ ફિલ્મમાં વૃદ્ધ દેખાઈ રહી છે. ભૂમિ પેડનેકર અને તાપસી પન્નુની એક્ટિંગને સોશિયલ મીડિયા પર વખાણાઈ રહી છે. યુઝર્સ તાપસીની એક્ટિંગને ખૂબ પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને તેના હરિયાણવી લહેકાના લોકો ફૅન થઈ રહ્યા છે.


આ પણ વાંચોઃ Jonita Gandhi: મૂળ ગુજરાતી છે આ ગ્લેમરસ યુટ્યુબ સ્ટાર અને બોલીવુડ સિંગર

સાંડ કી આંખના ક્રિએટિવ પ્રોડ્યુસર અનુરાગ કશ્યપ છે. ફિલ્મમાં તાપસી પન્નુ અને ભૂમિ પેડનેકર ઉપરાંત પ્રકાશ ઝા, વિનીતકુમાર, શાદ રંધવાના મહત્વના રોલમાં દેખાશે. ટીઝર બાદ ટૂંક સમયમાં હવે ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થશે.

 

Whatsapp-channel Whatsapp-channel

11 July, 2019 01:07 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK