Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સાંડ કી આંખનો ફર્સ્ટ લૂક રિલીઝ, આવો છે તાપસી પન્નૂ અને ભૂમિનો લૂક

સાંડ કી આંખનો ફર્સ્ટ લૂક રિલીઝ, આવો છે તાપસી પન્નૂ અને ભૂમિનો લૂક

16 April, 2019 01:03 PM IST | મુંબઈ

સાંડ કી આંખનો ફર્સ્ટ લૂક રિલીઝ, આવો છે તાપસી પન્નૂ અને ભૂમિનો લૂક

સાંડ કી આંખનો ફર્સ્ટ લૂક રિલીઝ

સાંડ કી આંખનો ફર્સ્ટ લૂક રિલીઝ


દુનિયાની સૌથી બુઢી મહિલા શાર્પશૂટર્સ પર બની રહેલી ફિલ્મ સાંડ કી આંખનું નવું પોસ્ટર રીલિઝ કરી દેવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં તાપસી અને ભૂમિ અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા છે. ફિલ્મમાં તાપસી અને ભૂમિ ચંદ્રો તોમર અને તેની ભાભી પ્રકાશી તોમરની ભૂમિકામાં જોવા મળશે. વૃદ્ધાના રોલમાં જોવા મળી રહેલા તાપસી અને ભૂમિના આ અંદાજને લોકો પસંદ કરી રહ્યા છે. ભૂમિ પેડનેકર અને તાપસી પન્નૂ બંનેએ પોતાના ટ્વિટ્ટર હેંડલ પરથી આ પોસ્ટર શેર કર્યું છે.




ફિલ્મ સાંડ કી આંખ અનુરાગ કશ્યપ અને નિધિ તોમરે મળીને પ્રોડ્યૂસ કરી છે. જ્યારે રિલાયંસ એંટરટેનમેન્ટના બેનર નીચે તુષાર હિરાનંદાણી પહેલી ફિલ્મ ડાયરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મના પોસ્ટમાં રીલિઝ ડેટનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે. આ ફિલ્મ દીવાળી પર રીલિઝ થશે.


saand ki aankh first look

આ પણ વાંચોઃ ફિલ્મ-મેકર્સ વારંવાર પસંદ કરે એવી હિરોઇન બનવું છે તાપસી પન્નુને


પોસ્ટરમાં તાપસી અને ભૂમિ ઘાઘરા અને કૂર્તામાં નજર આવી રહ્યા છે. પોસ્ટરમાં ટેગલાઈન આપવામાં આવી છે, "તન બુઢા હોતા હૈ,મન બુઢા નહીં હોતા." ભૂમિએ પોતાનો ફિલ્મનો લૂક શેર કરતા એમ પણ કહ્યું હતું કે આ રોલ અત્યાર સુધીનો તેમનો સૌથી મુશ્કેલ રોલ છે. ફિલ્મનું પોસ્ટર એટલું ઈન્ટ્રેસ્ટિંગ છે કે લોકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

16 April, 2019 01:03 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK