Saand Ki Aankh: તાપસી-ભૂમિના રોલ પર પ્રશ્નો બાબતે ડાયરેક્ટરે આપ્યો જવાબ

Sep 27, 2019, 16:28 IST

આ ફિલ્મ કંગનાને ઑફર થઈ હતી, પણ તેણે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી અને સલાહ આપી કે ડાયરેક્ટરે આ ફિલ્મમાં મોટી ઉંમરની અભિનેત્રીને કાસ્ટ કરવી જોઈએ

સાંડ કી આંખ
સાંડ કી આંખ

બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નૂ અને ભૂમિ પેડણેકરની ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાં જ કંગના રનૌતની બહેન રંગોલી ચંદેલે આ બાબતે એક વિવાદ છેડ્યો છે. રંગોલી કેટલાક દિવસ પહેલા એક ટ્વીટ કર્યું હતું કે પહેલા આ ફિલ્મ કંગનાને ઑફર થઈ હતી, પણ તેણે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી અને સલાહ આપી કે ડાયરેક્ટરે આ ફિલ્મમાં મોટી ઉંમરની અભિનેત્રીને કાસ્ટ કરવી જોઈએ.

રંગોલીની કમેન્ટ પછી નીના ગુપ્ચાએ પણ તેના પર કટાક્ષ કર્યું અને કહ્યું કે અમારી ઉંમરના રોલ તો અમારી પાસેથી કરાવી લો ભાઈ....નીના અને રંગોલીના નિવેદન પછી ફિલ્મમાં તાપસી અને ભૂમિને મોટી ઉંમરની મહિલાઓ દર્શાવવા પર વિવાદ સર્જાયો. હવે સંપૂર્ણ મામલે ફિલ્મ ડાયરેક્ટર તુષાર હિરાનંદાનીએ પોતાનું મૌન તોડ્યું છે. સ્પૉટબય સાથે વાતચીતમાં તુષારે કહ્યું, માપી મનગમતી ફિલ્મ 'મધર ઇન્ડિયા' છે અને 'સાંડ કી આંખ' દ્વારા હું નરગિસજીને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન કરું છું, કારણકે તે સમયે તેઓ ઘણા યુવાન હતાં જ્યારે તેમણે આ ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો : જાણો કેવી રીતે આપણા આ સેલેબ્સ કરવાના છે નવરાત્રીની ઉજવણી....

તુષારે 'મેરે અપને'માં મીના કુમારી, 'મોસમ'માં શર્મિલા ટાગોર, 'આંધી'માં સુચિત્રા સેન અને સંજીવ કુમારનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ બધાં કલાકારોએ પોતાની ઉંમર કરતાં મોટા ઉંમરના પાત્રો પણ ખૂબ જ સરસ રીતે ભજવ્યા છે. જો તમે ગૂગલ કરશો તો આ લિસ્ટ હજી ઘણી લાંબી છે. ડાયરેક્ટરે કહ્યું, આવું જ જો કોઇ હિરોએ કર્યું હોત તો લોકોએ ખૂબ જ સારું કહ્યું હોત. સાંડ કી આંખમાં તાપસી અને ભૂમિને ફક્ત વૃદ્ધ મહિલા નહીં દર્શાવવામાં આવે, પણ તેમના યુવાનીના દિવસો પણ દર્શાવવામાં આવશે. ટૂંક સમયમાં જ ફિલ્મનું એક ગીત પણ રિલીઝ થવાનું છે જેમાં બન્ને યંગ દેખાશે. તુષારે કહ્યું, બન્ને અભિનેત્રીઓએ ખૂબ જ સરસ કામ કર્યું છે. લોકોને આ ફિલ્મ જોયા પછી આ વાત સમજાઇ જશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK