સાંડ કી આંખ: સેટ પર થઈ અભિનેત્રીઓ વચ્ચે લડાઇ, ટ્વીટ કરીને આપી સ્પષ્ટતા

Published: Oct 18, 2019, 15:24 IST | મુંબઈ ડેસ્ક

ફિલ્મના સેટ પર કોઇક વાતને લઇને અભિનેત્રીઓ વચ્ચે વાદવિવાદ થઈ ગયો. જેના પર ભૂમિ અને તાપસીએ સ્પષ્ટતા કરી છે.

તાપસી પન્નૂ, ભૂમિ પેડણેકર
તાપસી પન્નૂ, ભૂમિ પેડણેકર

બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નૂ અને ભૂમિ પેડનેકરની ફિલ્મ 'સાંડ કી આંખ' ટૂંક સમયમાં જ રિલીઝ થવાની છે. બન્ને અભિનેત્રીઓ હાલ ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહી છે. તાજેતરમાં જ આ ચર્ચા આવી હતી કે ફિલ્મના સેટ પર કોઇક વાતને લઇને અભિનેત્રીઓ વચ્ચે વાદવિવાદ થઈ ગયો. જેના પર ભૂમિ અને તાપસીએ સ્પષ્ટતા કરી છે. તાપસીએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર એક ટ્વીટ કરીને લખ્યું, "થકાવી દે તેવું શેડ્યૂલ અને મુશ્કેલ પરિસ્થિતિને કારણે સેટ્સ પર અનેક લોકો વચ્ચે આવી નાની-મોટી લડાઇઓ થતી રહે છે. માણસ જ છીએ, ગુસ્સો આવી જાય. તેને મુદ્દો બનાવવાની જરૂર નથી."

તેના પછી ભૂમિ પેડનેકરે પણ તાપસીના ટ્વીટમાં સહમતી દર્શાવતાં લખ્યું, "હું આ વાત સાથે સંપૂર્ણપણે સહમત છું. સારું થશે જો તમે વસ્તુઓની સકારાત્મક બાજુને જોશો. અમે આ ફિલ્મ માટે ખૂબ જ મહેનત કરી છે. પ્લીઝ આવી અફવાઓ સાથે અમારા સંબંધો ખરાબ કરવાના પ્રયત્નો ન કરવા."

આ પણ વાંચો : કાજલ વિસરિયા: માત્ર ગરબા જ નહીં સુગમ સંગીતના તાલે પણ જીતે છે લોકોના મન

 
 
 
View this post on Instagram

When u r happy and u know it swirl your skirt!!!! #HappyGirls #SaandKiAankh

A post shared by Taapsee Pannu (@taapsee) onOct 16, 2019 at 3:46am PDT

ચર્ચા પ્રમાણે ભૂમિ એક ટેકનું રીટેક ઇચ્છતી હતી, પણ તાપસી તે સીન રીશૂટ કરવા માગતી ન હતી કારણકે તેના પ્રમાણે તે સીન બરાબર શૂટ થયો હતો. બન્ને વચ્ચે આ વાત માટે અસહમતિ થતાં ઘણો વાદવિવાદ થયો હતો જેના પછી શૂટિંગ અટકાવવું પડ્યું હતું. જો કે હવે બન્ને અભિનેત્રીઓએ આ વાતનો અસ્વીકાર કર્યો નથી પણ બન્નેએ તેને મુદ્દો ન બનાવવાની સલાહ આપી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK