Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Saaho:પ્રભાસને જોઈ શ્રદ્ધા કપૂરે કહ્યું,'આયા મેરા સૈંયા સાઈકો'

Saaho:પ્રભાસને જોઈ શ્રદ્ધા કપૂરે કહ્યું,'આયા મેરા સૈંયા સાઈકો'

08 July, 2019 02:51 PM IST | મુંબઈ

Saaho:પ્રભાસને જોઈ શ્રદ્ધા કપૂરે કહ્યું,'આયા મેરા સૈંયા સાઈકો'

Saaho:પ્રભાસને જોઈ શ્રદ્ધા કપૂરે કહ્યું,'આયા મેરા સૈંયા સાઈકો'


ફિલ્મ બાહુબલીના એક્ટર પ્રભાસને જોઈને અભિનેત્રી શ્રદ્ધા કપૂર કહી રહી છે 'આયા મેરા સૈયા સાઈકો'. એ પહેલા કે તમે કંઈક વિચારી લો અમે તમને જણાવી દઈએ કે કે આ શબ્દો ફિલ્મ સાહોના એક ગીતના છે. આ ફિલ્મમાં પ્રભાસ અને શ્રદ્ધા કપૂર લીડ રોલમાં છે. આ એક એક્શન થ્રિલર ફિલ્મ છે. તાજેતરમાં જ ફિલ્મનું પહેલું અને મોસ્ટ અવેઈટેડ સોંગ સાઈકો સૈંયા રિલીઝ થયું છે.

આ પહેલા પ્રભાસ અને શ્રદ્ધા કપૂર ફિલ્મના ટ્રેલરમાં એક્શન કરતા દેખાયા હતા. જેમાં બંને પોતાના એક્શન પેક્ડ અવતાર સાથે ખૂબ જ લોકપ્રિય થયા હતા અને હવે આ ગીતમાં બંને પોતાની સિઝલિંગ કેમેસ્ટ્રી સાતે પાર્ટી નંબર પર ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે. ગીતમાં એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર સાથે પ્રભાસ પોતાના ડાન્સિંગ મૂવ્ઝ બતાવી રહ્યા છે.




સાઈક સૈંયામાં પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની જોડી રોમેન્ટિક અંદાજમાં એક નવા જ અવતારમાં દેખાઈ રહી છે. બ્લેક રંગના કોસ્ચ્યુમાં બંને સુંદર લાગી રહ્યા છે. ફિલ્મના મેકર્સે આ ગીતને સોશિયલ મીડિયા પર શૅર કરીને ગીત રિલીઝ કરવાની માહિતી આપી હતી.

ફિલ્મ સાહો એ સુપરસ્ટાર પ્રભાસની 'બાહુબલી' મોસ્ટ અવેઈટેડ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મમાં પ્રભાસ પોતાનો એક્શન પેક્ડ અવતાર બતાવી રહ્યા છે. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ એમ ત્રણ ભાષામાં શૂટ કરવામાં આવી રહી છે. જેમાં પ્રભાસની સાથે બોલીવુડની એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર દેખાશે.


સાહોમાં પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની સાથે સાથે નીલ નીતિન મુકેશ, જૅકી શ્રોફ, મંદિરા બેટી, મહેશ માંજરેકર, ચંકી પાંડે, અરુણ વિજય અને મુરલી શર્મા મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ 15 ઓગસ્ટ 2019ના રોજ રિલીઝ થવાની હતી.

Whatsapp-channel Whatsapp-channel

08 July, 2019 02:51 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK