'સાહો'ની બોક્સ ઓફિસ પર ધમાલ, કરી 350 કરોડની કમાણી

Published: Sep 15, 2019, 11:59 IST

બાહુબલી સ્ટાર પ્રભાસની એક્શન ફિલ્મ સાહોએ આખા વર્લ્ડમાંથી રેકોર્ડ તોડ તમાણી કરી છે. દુનિયાભરમાંથી સાહોએ 424 કરોડ રૂપિયાની કમાણી કરી છે

બાહુબલી સ્ટાર પ્રભાસની એક્શન ફિલ્મ સાહોએ આખા વર્લ્ડમાંથી રેકોર્ડ તોડ તમાણી કરી છે. દુનિયાભરમાંથી સાહોએ 424 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફક્ત ભારતીય ભાષાઓમાં જ ફિલ્મે 300 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે. જેને કારણે ફિલ્મ બીજા વીકના એન્ડમાં પ્રોફિટ સુધી પહોંચી ચૂકી છે.

આ આંકડા પરથી તો સાહો બોક્સ ઓફિસ પર કમર્શિયલ બ્લોકબસ્ટર લાગી રહી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર હિન્દી વર્ઝનની સાથે સાથે તમિલ, તેલુગુ અને મલયાલમમાં પણ રિલીઝ થઈ હતી. કર્ણાટક અને હૈદરાબાદમાં ફિલ્મનું હિન્દી વર્ઝન પણ રિલીઝ થયું હતું. ઓછી સ્ક્રીન છતાંય આ બંને જગ્યાએ ફિલ્મે ક્રમશઃ 5.80 કરોડ અને 3.40 કરોડની કમાણી કરી હતી.

તો સાઉથમાં ફિલ્મના હિન્દી વર્ઝનની કુલ કમાણ 9.20 કરોડ રૂપિયા છે. જ્યારે નોર્થ ઈન્ડિયામાં આ આંકડો 140 કરોડ છે. ફિલ્મે ફક્ત હિન્દી ભાષામાં જ 149.20 કરોડની કમાણી કરી છે. બોક્સ ઓફિસના આંકડા જોઈએ તો સાઉથના સ્ટાર પ્રભાસને દેશભરમાં સ્વીકારાયો હોવાનું લાગી રહ્યું છે. ફિલ્મના તેલુગુ, તમિલ અને મલયાલમ વર્ઝને આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં 110.4 કરોડની કમાણી કરી છે. જ્યારે કર્ણાટકમાં ફિલ્મે 26.03 કરોડ અને તમિલનાડુ તેમજ કેરળમાં 13.80 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. સરવાળે દક્ષિણ ભારતમાં ફિલ્મની કમાણી 150.5 કરોડ થઈ છે.

ઓવરસીઝમાં પણ પ્રભાસની ફિલ્મ સાહોનો જાદુ બોક્સ ઓફિસ પર દેખાયો છે. નોર્થ અમેરિકામાં ફિલ્મે 3.2 મિલિયન, ગલ્ફમાં 4 મિલિયન, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં 1.3 મિલિયન, યુકે અને યુરોપમાં 0.8 મિલિયન તેમજ અન્ય દેશમાં 2 મિલિયન સહિત વિદેશમાં સાહોએ કુલ 11.3 ડોલરની કમાણી કરી છે. ફિલ્મ ઓવરસીઝમાં માત્ર 42 કરોડ રૂપિયામાં વેચાઈ હતી.

આ પણ વાંચોઃ Shikha Talsania: પિતાના પગલે ચાલી રહી છે ટીકુ તલસાણિયાની પુત્રી, જુઓ ફોટોઝ 

પ્રોડક્શન હાઉસે 130 કરોડમાં ડિજિટલ, સેટેલાઈટ અને મ્યુઝિક રાઈટ્સ વેચ્યા હતા. સાહોએ વર્લ્ડવાઈડ કલેક્શન સાથે બીજા વીકેન્ડમાં પ્રોડક્શન ખર્ચની રકમ વસુલી ચૂકી છે. સાહો દ્વારા પ્રભાસે દમદાર બોલીવુડ ડેબ્યુ પણ કર્યો છે. ઉલ્લેખનીય છે કે સાહો એક્શન થ્રિલર ફિલ્મ છે, જેને ટી સિરીઝે પ્રસ્તુત કરી છે. તો યુવી ક્રિએશન્સ પ્રોડ્યુસ્ડ ફિલ્મને સુજીતે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK