Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Saaho Box Office Collection: 100 કરોડમાં સામેલ થઈ ફિલ્મ

Saaho Box Office Collection: 100 કરોડમાં સામેલ થઈ ફિલ્મ

04 September, 2019 04:17 PM IST |

Saaho Box Office Collection: 100 કરોડમાં સામેલ થઈ ફિલ્મ

Saaho Box Office Collection: 100 કરોડમાં સામેલ થઈ ફિલ્મ


બોક્સ ઓફિસ પર સાહો ધૂમ કમાણી કરી રહી છે. નબળી સ્ટોરી છતાંય દમદાર એક્શનના કારણે લોકો ફિલ્મને ઘણી પસંદ કરી રહ્યાં છે. રિલીઝના 5મા દિવસે ફિલ્મની કમાણીએ એક મહત્વનો પડાવ પાર કર્યો છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર 5 દિવસ પૂરા કર્યા છે અને ફિલ્મના હિન્દી વર્ઝનને 102.38 કરોડની કુલ કમાણી પોતાના નામે કરી છે. સાહોના હિન્દી વર્ઝને માત્ર 5 દિવસમાં 100 કરોડ કરતા વધારેની કમાણી પોતાના નામે કરી છે.

આ વર્ષે 100 કરોડ ક્લબમાં સામેલ થનારી નવમી ફિલ્મ છે સાહો અને માત્ર 5 દિવસમાં 100 કરોડ કમાણી કરનારી ત્રીજી ફિલ્મ છે. આ પહેલા શાહિદ કપૂરની કબીર સિંહ અને અક્ષય કુમારની મિશન મંગલે માત્ર 5 દિવસની અંદર 100 કરોડ કરતા વધારે કમાણી કરી છે. સાહોએ 5 દિવસમાં કુલ 350 કરોડ કરતા વધારે કમાણી કરી છે. ઉલ્લેખનીય છે કે સાહો હિન્દી, તામિલ, તેલુગુ, મલાયલમ એમ 4 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી છે.



આ પણ વાંચો: બહેન અર્પિતાના ઘરે ગણેશ વિસર્જનમાં જુઓ સલમાન ખાનનો ડાન્સ


ફિલ્મમાં પ્રભાસ અને શ્રદ્ધા સિવાય જેકી શ્રોફ, ચંકી પાન્ડે, નીલ નિતિન મુકેશ સહિત ઘણા સ્ટાર્સ જોવા મળે છે. ફિલ્મ સાહો 350 કરોડના ખર્ચે બની છે. ફિલ્મમાં પ્રભાસની સાથે શ્રદ્ધા કપૂર લીડ રોલમાં છે. સાહોમાં પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની સાથે સાથે નીલ નીતિન મુકેશ, જૅકી શ્રોફ, મંદિરા બેદી, મહેશ માંજરેકર, ચંકી પાંડે, અરુણ વિજય અને મુરલી શર્મા પણ છે. આ એક એક્શન થ્રિલર ફિલ્મ છે, જેનું શૂટિંગ વિદેશમાં થયું છે. ફિલ્મને સુજીતે ડિરેક્ટ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

04 September, 2019 04:17 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK