Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શાહોમાં એક્શન માટે ઉડાડવામાં આવી આટલી કાર, રોહિત શેટ્ટી પણ ગણતાં થાકશે

શાહોમાં એક્શન માટે ઉડાડવામાં આવી આટલી કાર, રોહિત શેટ્ટી પણ ગણતાં થાકશે

16 July, 2019 06:06 PM IST | મુંબઈ ડેસ્ક

શાહોમાં એક્શન માટે ઉડાડવામાં આવી આટલી કાર, રોહિત શેટ્ટી પણ ગણતાં થાકશે

પ્રભાસ, રોહિત શેટ્ટી

પ્રભાસ, રોહિત શેટ્ટી


બાહુબલી સ્ટાર પ્રભાસ 15 ઑગસ્ટના દિવસે સાહો દ્વારા સિનેમાઘરોમાં જોવા મળશે. આ ફિલ્મ ઘણા કારણોને લીધે ચર્ચાનો વિષય બની છે. જેમાંથી એક ધુંવાધાર એક્શન છે જેની એક ઝલક દર્શકો ટ્રેલરમાં જોઈ ચૂક્યા છે. સાહોમાં હોઈ ઓક્ટેન એક્શન દ્રશ્યોના ફિલ્માંકન માટે પાણીની જેમ પૈસો વહાવ્યો છે એટલું જ નહીં પ્રભાસને પોતાને પણ એટલી જ આકરી મહેનત કરવી પડી છે. હવે એક એવી માહિતી સામે આવી છે, જેના વિશે જાણીને બોલીવુડના એક્શન કિંગ રોહિત શેટ્ટી પણ આશ્ચર્ય પામશે.

સાહો સાથે જોડાયેલા સૂત્રો પ્રમાણે, આ ફિલ્મનું એક ખાસ એક્શન સીનના ફિલ્મીકરણ માટે 120 કારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફક્ત અબુ ધાબી સીક્વેન્સ માટે જ 56 કારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ દ્રશ્યોનો પ્રભાવ વધારવા માટે ટ્રકને ખાસ રીતે ડિઝાઇન કરાવવામાં આવ્યા હતા.



સાહો માટે એક્શન દ્રશ્યોની ભવ્યતા અને વિશાળતાનો અંદાજો એ વાતથી જ આવી જાય છે કે 8 મિનિટના એક સીન માટે મેકર્સે 70 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. ફિલ્મનું કુલ બજેટ 350 કરોડની આસપાસનું છે.


નોંધનીય છે કે બોલીવુડ ફિલ્મોમાં નિર્દેશક રોહિત શેટ્ટી આ ભવ્યતા સાથે એક્શન દ્રશ્યોનું ફિલ્મીકરણ કરવા માટે ઓળખવામાં આવે છે. તેની લગભગ બધી જ ફિલ્મોમાં કારને ઉડાવવાના સીન્સ હોય છે પણ સાહોને જોઈને એવું લાગે છે કે રોહિત શેટ્ટી પણ પાછળ રહી જશે.

સાહોને લઈને ચાહકોના ઉત્સાહનું એક કારણ પ્રભાસ પોતે પણ છે. બાહુબલી 2, 2017માં રિલીઝ થઈ હતી અને બૉક્સ ઑફિસ પર ઘણા રેકૉર્ડ્સ બ્રેક કરી ચૂકી હતી. ત્યાર પછી પ્રભાસે સાહો સિવાય કોઈ ફિલ્મ સાઇન કરી નહીં અને સંપૂર્ણપણે આ ફિલ્મ પર જ ધ્યાન આપ્યું.


આ પણ વાંચો : ડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન

સાહોનું નિર્દેશન સુજીત કરી રહ્યો છે. સાહો મૂળ તો તેલુગૂ ફિલ્મ છે, જેને હિન્દી અને તામિલમાં પણ બનાવવામાં આવે છે. ફિલ્મમાં શ્રદ્ધા કપૂર ફીમેલ લીડ રોલમાં છે, જ્યારે મુકેશ નેગેટિવ પાત્રમાં જોવા મળશે. ફિલ્મમાં ચંકી પાંડેય, જેકી શ્રૉફ અને મહેશ માંજરેકર અહેમ ભૂમિકામાં દેખાશે. 15 ઑગસ્ટના રિલીઝ થતી ફિલ્મ સાહો સામે અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગલ અને જૉન અબ્રાહમની ફિલ્મ બાટલા હાઉસ બૉક્સ ઑફિસ પર ટકરાશે.

Whatsapp-channel Whatsapp-channel

16 July, 2019 06:06 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK