Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > સાથ નિભાના સાથિયા-2માં કોકિલાબહેન કન્ફર્મ

સાથ નિભાના સાથિયા-2માં કોકિલાબહેન કન્ફર્મ

14 September, 2020 07:14 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સાથ નિભાના સાથિયા-2માં કોકિલાબહેન કન્ફર્મ

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


સાથ નિભાના સાથિયા સિરિયલને બંધ થયાને ત્રણ વર્ષ થયા બાદ તેની બીજી સીઝન ટૂંક સમયમાં આવશે. યશરાજ મુખાતેએ બનાવેલા એક ફની વીડિયો (રસોડે મે કોન થા)ને કારણે આ સિરિયલનો એક સીન અને ખાસ કરીને કોકિલાબહેન જેવી ઠસ્સાદાર, મેટ્રિઆર્કલ સાસુનું પાત્ર ભજવનાર અભિનેત્રી રૂપલ પટેલ ચર્ચામાં આવ્યા હતા.

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે રૂપલ પટેલે વાત કરતા કહ્યું હતું કે, હું તો બહુ જ બ્લેસ્ડ ફીલ કરું છું. જે શૉને બંધ થયે ત્રણ વર્ષ થઇ ગયા છે એનું આ રીતે ચર્ચામાં આવવું ખરેખર ઇશ્વર, મારા ગુરુ અને મારા વડીલોના આશિર્વાદ જ હોયને વળી. શૉમાં આ સીન ટર્નિંગ પોઇન્ટ હતો અને મેં બહુ જ ગંભીરતાથી ભજવ્યો હતો. કૂકરનું ફાટવું કોકિલા માટે જીવલેણ સાબિત થઇ શકત અને માટે જ ખાલી કૂકર કોણે ગેસ પર ચઢાવ્યુંનો પ્રશ્ન એ સીનનો સળગતો પ્રશ્ન હતો.



હવે શોની પ્રોડ્યુસર રશ્મી શર્માએ કહ્યું કે, નવી સીઝન મોદી અને કુટુંબ સિવાય અધુરુ છું. કોકિલાબહેન અને ગોપી વહુ જોવા મળશે.



રૂપલ પટેલે આ વાઇરલ થયેલા વીડિયો વિશે જે રીતે જાણ્યું તે પણ મજાની વાત છે. તેઓ શૂટ પરથી ઘરે જઇને ઘરકામમાં પોતાને ત્યાં કામ કરનારા બહેનને મદદ કરી રહ્યાં હતાં. તેઓ અમુક કોમ્યુનિકેશન માટે તેમને ત્યાં કામ કરતા બહેનનો ફોન પણ વાપરતાં હોય છે. એવામાં વૉટ્સએપ્પ પર તેમનાં નણંદે તેમને યશરાજ મુખાતેએ બનાવેલો વીડિયો મોકલ્યો. રૂપલ પટેલ કહે છે, “મેં એ વીડિયો જોયો તો બે-ત્રણ સેકન્ડ માટે તો મને થયું કે આ સીન કેમ આમ લાગે છે, મેં તો બહુ ગંભીરતાથી ભજવ્યો હતો અને પછી મેં યશરાજને વીડિયોમાં જોયા અને મને રિયલાઇઝ થયું. આ રમુજી રિક્રિએશન પર હું એટલું હસી છું કે ન પૂછો ને વાત. મેં તો પછી યશરાજનો નંબર શોધી એની સાથે ય વાત કરી અને એને આ ક્રિએશન માટે થેંક્યુ કહ્યું. આ એક સીન જોઇને લોકોને રમુજ મળતી હોય, તેમના ચહેરા પર સ્માઇલ આવતું હોય તો એનાથી વધારે સંતોષ એક એક્ટર તરીકે મારે માટે શું હોઇ શકે?”

Whatsapp-channel Whatsapp-channel

14 September, 2020 07:14 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK