Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન ખાન અને જૅકલિન ફર્નાન્ડિસ પાસેથી દોડવીર યોહાન બ્લેકે શીખ્યો ડાન્સ

સલમાન ખાન અને જૅકલિન ફર્નાન્ડિસ પાસેથી દોડવીર યોહાન બ્લેકે શીખ્યો ડાન્સ

06 December, 2019 10:04 AM IST | Mumbai

સલમાન ખાન અને જૅકલિન ફર્નાન્ડિસ પાસેથી દોડવીર યોહાન બ્લેકે શીખ્યો ડાન્સ

યોહાન બ્લેક સલમાન અને જેક્લિન થાય

યોહાન બ્લેક સલમાન અને જેક્લિન થાય


જમાઇકાના દોડવીર યોહાન બ્લેકે ભારતમાં આવીને સલમાન ખાન અને જૅકલિન ફર્નાન્ડિસ પાસે બૉલીવુડનાં ડાન્સ સ્ટેપ્સ શીખ્યાં હતાં. તે ‘રાધે : યોર મોસ્ટ વૉન્ટેડ ભાઇ’ના સેટ પર પહોંચી ગયા હતા. જૅકલિન આ ફિલ્મ માટે સ્પેશ્યલ ડાન્સ નંબરનું શૂટિંગ કરી રહી હતી. જૅકલિન અને યોહાને ફિટનેસ અને એન્ટરટેઇનમેન્ટ વિશે ચર્ચા પણ કરી હતી. રોડ સેફ્ટી વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે યોહાન ભારત આવ્યા છે. આંકડાઓ મુજબ દેશમાં દર વર્ષે દોઢ લાખ લોકોનાં અવસાન રોડ અકસ્માતમાં થાય છે અને સાથે જ દર વર્ષે સાડાચાર લાખ લોકો રોડ ઍક્સિડન્ટમાં ગંભીર રૂપે જખ્મી થાય છે. એથી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ માટે આવતા વર્ષે ફેબ્રુઆરીમાં મુંબઈ, નવી મુંબઈ અને પુણેમાં T20 ક્રિકેટનું આયોજન થવાનું છે. આ T20 ક્રિકેટમાં ભારત, ઑસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકાના ક્રિકેટ લેજન્ડ્સ સામેલ થઈને લોકોમાં રોડ સેફ્ટી વિશે જનજાગૃતિ લાવશે. યોહાન અને સલમાન
સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને જૅકલિને કૅપ્શન આપી હતી કે ‘યોહાન બ્લેક સાથે તેની અદ્ભુત સફળતા અને ફિટનેસનાં તમામ પાસાંઓ વિશે ચર્ચા કરવાનો અનુભવ ખૂબ જ યાદગાર રહ્યો. અમારા સેટ પર આવવા માટે તમે
સમય કાઢ્યો એ માટે આભાર. સાથે જ ૨૦૨૦ની ઑલિમ્પિક્સ માટે શુભકામના.’


Whatsapp-channel Whatsapp-channel

06 December, 2019 10:04 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK