રુબિના દિલૈકે બિગ બૉસ છોડવાની ધમકી આપી

Published: 15th January, 2021 08:44 IST | Mumbai correspondent | Rajkot

સોનાલી ફોગાટે શો પૂરો થયા પછી ટાંટિયા ભાંગી નાખવાનું કહ્યું એટલે ઍક્ટ્રેસ રાતે ત્રણ વાગ્યે પ્રોડક્શન-હાઉસ સાથે ઝઘડી

રુબિના દિલૈક
રુબિના દિલૈક

કલર્સ ચૅનલના રિયલિટી શો ‘બિગ બૉસ’ની ચૌદમી સીઝન ટીઆરપીમાં લથડિયાં ખાય છે, પણ વિવાદમાં એ ક્યાંય પાછળ નથી પડતી. ગઈ કાલે શોની સૌથી પૉપ્યુલર અને ઍક્ટ્રેસ-કન્ટેસ્ટન્ટ રુબિના દિલૈકે ‘બિગ બૉસ’ છોડવાની પ્રોડક્શન-હાઉસને ધમકી આપી હતી. બન્યું એવું કે બીજેપીની હરિયાણાની મહિલા મોરચાની નેતા અને ઘરની કન્ટેસ્ટન્ટ સોનાલી ફોગાટ સાથે રુબિનાને કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થયો, જેમાં સોનાલીએ રુબિના, તેના હસબન્ડ અભિનવ શુક્લ અને સાઉથની ફિલ્મ ઍક્ટ્રેસ નિકી તંબોલીને ઘરની બહાર નીકળ્યા પછી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી. આ ધમકી પછી રુબિનાએ ‘બિગ બૉસ’નની કન્ફેશન-રૂમમાં જઈને મેકર્સને કહ્યું કે તમે કન્ટેન્ટની લાયમાં ઝઘડા ચાલુ રહેવા દો છો, વચ્ચે નથી પડતા, પણ શું તમે અમને લોકોને શો પૂરો થયા પછી સિક્યૉરિટી આપવાના છો? જો ન આપવાના હો તો શોના કન્ટેન્ટને બદલે ઝઘડો જ્યારે અટકાવવો જોઈએ ત્યારે અટકાવો, નહીં તો હું આ શો કરવા નથી માંતી. બિગ બૉસ હાઉસે રુબિનાને અત્યારે તો શાંત પાડી છે અને સલમાન ખાન સામે આ ઇશ્યુ મૂકવામાં આવશે એવું કહ્યું છે, પણ જો એવું નહીં થાય તો રુબિના ઇશ્યુ આગળ વધારશે એ નક્કી છે.
રુબિના કલર્સ ચૅનલની જ ‘શક્તિ ર- અસ્તિત્વ કે અહેસાસ કી’ અને ‘છોટી બહૂ’ જેવા સુપરહિટ શોની લીડ ઍક્ટ્રેસ રહી ચૂકી છે. અત્યારે બિગ બૉસ હાઉસમાં હાઇએસ્ટ પેઇડ ઍક્ટર પણ એ જ છે. બહુ ઓછા લોકો જાણે છે કે રુબિના આઇએએસની તૈયારી કરતાં સાવ અનાયાસ ઍક્ટિંગ-ઇન્ડસ્ટ્રીમાં આવી ગઈ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK