Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લોકપ્રિયતામાં ભલે સલમાન અવ્વલ, પણ કમાણીમાં શાહરુખ નંબર વન

લોકપ્રિયતામાં ભલે સલમાન અવ્વલ, પણ કમાણીમાં શાહરુખ નંબર વન

25 January, 2013 08:57 PM IST |

લોકપ્રિયતામાં ભલે સલમાન અવ્વલ, પણ કમાણીમાં શાહરુખ નંબર વન

લોકપ્રિયતામાં ભલે સલમાન અવ્વલ, પણ કમાણીમાં શાહરુખ નંબર વન




સૌથી વધુ કમાણી સાથે શાહરુખ ખાને પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ‘ફૉર્બ્સ’ મૅગેઝિનની ઇન્ડિયાની પહેલી ૧૦૦ સેલિબ્રિટીની યાદીમાં ૨૦૨.૮૦ કરોડ રૂપિયાની કમાણી સાથે શાહરુખે પ્રથમ ક્રમ મેળવ્યો છે. બીજા ક્રમે સલમાન ખાન છે અને ત્રીજા ક્રમે ભારતીય ક્રિકેટ-ટીમનો કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છે. ઑક્ટોબર ૨૦૧૧થી સપ્ટેમ્બર ૨૦૧૨ દરમ્યાન શાહરુખ ખાને અંદાજે ૨૦૨.૮૦ કરોડ રૂપિયાની, સલમાન ખાને ૧૪૪.૨૦ કરોડ રૂપિયાની અને ધોનીએ ૧૩૫.૧૬ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. મૅગેઝિનના જણાવ્યા પ્રમાણે લોકપ્રિયતાની દૃષ્ટિએ ભલે સલમાન ખાન તથા ધોની શાહરુખ કરતાં આગળ હોય, પરંતુ વિવિધ બ્રૅન્ડ એન્ર્ડોસમેન્ટની આવકને કારણે શાહરુખની આવક તેમના કરતાં વધારે છે.

મૅગેઝિનના ટૉપ ટેનની યાદીમાં અક્ષયકુમાર, અમિતાભ બચ્ચન, સચિન તેન્ડુલકર, કરીના કપૂર, વીરેન્દર સેહવાગ, વિરાટ કોહલી તથા કૅટરિના કૈફનાં નામનો પણ સમાવેશ છે. આ યાદીમાં નામ મેળવનારાઓમાં મોટા ભાગના ૩૦થી ૫૦ વર્ષની વયના છે. ટૉપ ૫૦ની યાદીમાં સાઇના નેહવાલ, ક્રિકેટર વિરાટ કોહલી, અભિનેત્રી અનુષ્કા શર્મા તથા ટેનિસસ્ટાર સાનિયા મર્ઝિા જેવાં બાર જેટલાં યંગસ્ટર્સનો સમાવેશ છે. સૌથી નાની વયની સેલિબ્રિટીમાં ૨૩ વર્ષની સાઇના નેહવાલ છે. આ યાદીમાં ફિલ્મસ્ટાર્સ, ડિરેક્ટર્સ, સ્પોટ્ર્સ-સ્ટાર્સ, ટીવી-પર્સનાલિટીઝ, સિંગર્સ-મ્યુઝિશ્યન, ઑથર, મૉડલ તથા કૉમેડિયન જેવી આઠ અલગ-અલગ કૅટેગરી રાખવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

25 January, 2013 08:57 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK