ખાકી પ્રોજેક્ટ દ્વારા જમા થયેલા ૧૭ લાખ રૂપિયાથી પોલીસને મદદ

Published: 15th October, 2020 22:24 IST | Mumbai Correspondent | Mumbai

ડાયના પેન્ટીના ખાકી પ્રોજેક્ટ દ્વારા જમા થયેલા ૧૭ લાખ રૂપિયાથી પોલીસ-કર્મચારીઓને કરવામાં આવશે મદદ

ખાકી પ્રોજેક્ટ દ્વારા જમા થયેલા ૧૭ લાખ રૂપિયાથી પોલીસને મદદ
ખાકી પ્રોજેક્ટ દ્વારા જમા થયેલા ૧૭ લાખ રૂપિયાથી પોલીસને મદદ

ડાયના પેન્ટીના ‘ધ ખાકી પ્રોજેક્ટ’ દ્વારા જમા કરવામાં આવેલી રકમથી મુંબઈના પોલીસ-કર્મચારીઓને મદદ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ લગભગ ૧૭ લાખ ૮૩ હજાર ૯૮૦ રૂપિયા એકઠા કરવામાં આવ્યા છે. આ પૈસા દ્વારા મુંબઈનાં ૩૪ પોલીસ-સ્ટેશનમાં કાર્યરત ૫૮૦૦ પોલીસ-કર્મચારીઓને સલામતીનાં સાધનો પૂરાં પાડવામાં આવશે, જેથી તેઓ કોરોના જેવી મહામારીનો સામનો કરી શકે. આ સાધનોમાં પ્રોટેક્ટિવ આઇવેર અને સૅનિટાઇઝરનો સમાવેશ હશે. આ પ્રોજેક્ટ માટે લોકોએ ઘણી મદદ કરી છે એ બદલ ડાયનાએ સૌનો આભાર માન્યો છે. આ અગાઉ પણ ડાયનાએ ભાયખલા પોલીસ-સ્ટેશનમાં કામ કરતા કર્મચારીઓને તેમની સલામતી ખાતર જરૂરી ઇક્વિપમેન્ટ્સ પૂરાં પાડ્યાં હતાં. સુરક્ષાકર્મીઓ દિવસ-રાત લોકોની સલામતી માટે ખડેપગે રહે છે. ફરજ બજાવતી વેળાએ કેટલાક કોરોનાનો ભોગ પણ બન્યા છે. ‘ધ ખાકી પ્રોજેક્ટ’ની માહિતી આપતાં ટ્વિટર પર એક નાનકડી ક્લિપ શૅર કરીને ડાયનાએ ટ્વીટ કર્યું હતું, ‘હું એ તમામ લોકોનો દિલથી આભાર માનવા માગું છું જેમણે ‘ધ ખાકી પ્રોજેક્ટ’ માટે ઉદારતાથી ફાળો આપ્યો છે. તમારો પ્રેમ અને સપોર્ટ અમને આગળ વધવા માટેનું બળ પૂરું પાડે છે. સાથે જ સલામ બૉમ્બે સંસ્થાએ કરેલી મદદ માટે તેમનો આભાર. તમને વધુ પાવર મળે. તમારી કરુણાથી અમે અમારા ઉદ્દેશને સાકાર કરવામાં સફળ રહ્યા એ બદલ આભાર.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK