સુષ્મિતા સેનના ડિમ્પલ્સનો પ્રેમી છે તેનો બૉયફ્રેન્ડ
સુષ્મિતા સેન
રોહમન શૉલનું કહેવું છે કે તેને સુષ્મિતા સેનના ડિમ્પલ્સ ખૂબ પસંદ છે. આ બન્ને અર્મેનિયામાં હૉલિડે પર છે. તેમની સાથે સુષ્મિતાની બન્ને દીકરીઓ રેની અને અલીસા પણ છે. રોહમને એક ફોટો શૅર કર્યો છે, જેમાં તે સુષ્મિતાના ગાલ પર કિસ કરી રહ્યો છે. આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રોહમને કૅપ્શન આપી હતી કે ‘મને તેના ડિમ્પલ્સ ખૂબ ગમે છે. આઇ લવ યુ સુષ્મિતા.’
આ પણ વાંચો : નિયતિ ફતનાની: શું તમે જાણો છો આ 'નઝર' સીરિયલની એક્ટ્રેસ અમદાવાદી છે?
ADVERTISEMENT
આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સુષ્મિતાએ કૅપ્શન આપી હતી કે ‘મારી સ્માઇલ પાછળનું આ વધુ એક રિઝન છે. આઇ લવ યુ રોહમન શૉલ.’