15 વર્ષ નાના BF રોહમનના બર્થડે પર રોમાન્ટિક સુષ્મિતાએ શૅર કરી પોસ્ટ

Published: Jan 04, 2020, 16:31 IST | Mumbai Desk

બન્નેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તસવીરોથી વધારે તેની સાથે લખાયેલી રોમાન્ટિક પોસ્ટ ચર્ચામાં છે.

બોલીવુડની ખૂબ જ સુંદર એક્ટ્રેસ સુષ્મિતા સેન છેલ્લા કેટલાક સમયથી પ્રેમમાં છે. સતત સુષ્મિતા સેન પોતાનાથી 15 વર્ષ નાના બૉયફ્રેન્ડ રોહમન શૉલ સાથે અફેરને લઈને ચર્ચામાં છવાયેલી રહે છે. સુષ્મિતા ઘણીવાર પોતાની રોમાન્ટિક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કરતી રહે છે. જેને તેના ચાહકો પણ ખૂબ જ પસંદ કરતાં હોય છે. તો હવે સુષ્મિતાએ રોહમનના જન્મદિવસે ઘણી તસવીરો શૅર કરી છે. બન્નેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તસવીરોથી વધારે તેની સાથે લખાયેલી રોમાન્ટિક પોસ્ટ ચર્ચામાં છે. આવો જાણીએ કે આખરે સુષ્મિતાએ એવું શું લખ્યું છે.

સુષ્મિતા સેને રોહમનના જન્મદિવસ પર બન્નેની એક ફ્રેમની તસવીરો શૅર કરતાં તેની સાથે ક્યૂટ પોસ્ટ લખી છે. આ તસવીરમાં બન્ને એક સાથે રોમાન્ટિક અંદાજમાં દેખાઈ રહ્યા છે. આ તસવીરને સુષ્મિતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કરી છે. આની સાથે જ તેણે પોસ્ટમાં લખ્યું, 'હેપી બર્થડે બાબુશ...ભગવાન તને એ બધું જ આપે જે તું ડિઝર્વ કરે છે. મને તારા પર ગર્વ છે. તું મારી લાઇફનો રોહમાંસ છે અને ભગવાને આપેલી બેસ્ટ ભેટ છે. તને આ 3 એન્જલ્સ ખૂબ જ પ્રેમ કરે છે અને કરતી રહેશે.'

આ પણ વાંચો : Natasa Stankovic: આટલી ગ્લેમરસ છે હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ, જુઓ ફોટોઝ

સુષ્મિતાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લા લગભગ 10 વર્ષોથી ફિલ્મોમાં જોવા મળી નથી. છેલ્લે તે 'નો પ્રૉબ્લેમ'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં સુષ્મિતાની સાથે અનિલ કપૂર, સંજય દત્ત, કંગના રણૌત, અક્ષય ખન્ના અને શક્તિ કપૂર હતા. તો તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા ફરીની કમબૅકનું અનાઉન્સમેન્ટ કર્યું હતું. તેણે પોતાની એક તસવીરો શૅર કરતાં લખ્યું હતું, 'હું તમારા તે પ્રેમની કદર કરું છું જેણે તને આટલી ધીરજ દર્શાવી. આ કારણે હું મારા ચાહકોની ચાહક બની ગઈ છું. તેમણે સ્ક્રીન પર મારી 10 વર્ષથી વધારે રાહ જોઈ છે, મારા દરેક પગલા પર વિના કોઇ પણ શરતે મારો ઉત્સાહ વધાર્યો છે. હું ફક્ત તમારી માટે કમબૅક કરી રહી છું.'

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK