Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Sooryavanshi : રિલીઝ પહેલા જ રોહિત શેટ્ટીએ કેટરિનાને કરી અનફૉલો

Sooryavanshi : રિલીઝ પહેલા જ રોહિત શેટ્ટીએ કેટરિનાને કરી અનફૉલો

12 March, 2020 02:30 PM IST | Mumbai Desk

Sooryavanshi : રિલીઝ પહેલા જ રોહિત શેટ્ટીએ કેટરિનાને કરી અનફૉલો

કેટરિના કૅફ સાથે રોહિત શેટ્ટી

કેટરિના કૅફ સાથે રોહિત શેટ્ટી


ફિલ્મ ડાયરેક્ટર રોહિત શેટ્ટી હાલ ચર્ચામાં છે. પહેલું કારણ છે તેની ફિલ્મ 'સૂર્યવંશી' અને બીજું કારણ છે આ ફિલ્મની સ્ટાર કાસ્ટ એટલે કે અક્ષય કુમાર, રણવીર સિંહ, અજય દેવગન અને કેટરિના કૅફને લઈને આપેલું તેનું નિવેદન. રોહિતે એક ઇન્ટરવ્યૂમાં કેટરિના કૅફ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે "એક ફ્રેમમાં તેને કોઇપણ નહીં જુએ કારણકે એક સીનમાં ત્રણ છોકરા છે અને બ્લાસ્ટ થઈ રહ્યો છે." રોહિત તે સીન વિશે વાત કરી રહ્યો હતો જેમાં અક્ષય, રણવીર, અજય અને કેટરિના ચાલતાં દેખાય છે અને તેની પાછળ બ્લાસ્ટ થઈ રહ્યો છે.

રોહિતના આ નિવેદન પછી તેને ટ્રોલ કરવામાં આવ્યો જેના પછી કેટરિનાએ પોતે સ્પષ્ટતા કરવા આગળ આવવું પડ્યું, અને મામલો થાળે પડ્યો. પણ મામલો ત્યાં જ પૂરો થયો એવું આપણને લાગી રહ્યું છે પણ કદાચ મામલો શાંત થયો નથી અને તેના પાછળની સ્ટોરી તો કાંઇક જૂદી જ છે. ચર્ચાઓ પ્રમાણે રોહિત શેટ્ટીએ કેટરિના કૅફને ઇન્સ્ટાગ્રામ પર અનફૉલો કરી દીધુ છે. મુંબઇ મિરરની રિપોર્ટ પ્રમાણે આ આખી કૉન્ટ્રોવર્સી બાદ રોહિત શેટ્ટી કેટરિનાને ઇન્સ્ટા પરથી અનફૉલો કરી દીધું છે જો કે, કેટરિના હજી પણ રોહિતને ફૉલો કરી રહી છે. હવે રોહિતે આવું કેમ કર્યું એ તો એ જ જાણતો હશે. ફિલ્મની વાત કરીએ તો 'સૂર્યવંશી' 24 માર્ચના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.




રોહિતના નિવેદન પર કેટરિનાએ કરી સ્પષ્ટતાઃ
કેટરિનાને લઈને આપેલા સ્ટેટમેન્ટ બાદ રોહિત શેટ્ટી ટ્રોલ થવા લાગ્યો જેના પછી અભિનેત્રી પોતે સામે આવી અને ડાયરેક્ટરને ડિફેન્ડ કરતાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી. આ પોસ્ટમાં અભિનેત્રીએ લખ્યું, "પ્રિય મિત્રો અને શુભચિંતકો... હું સામાન્ય રીતે મીડિયા રિપોર્ટ્સ કે આર્ટિકલ્સ પર રિએક્ટ નથી કરતી, પણ આ મામલે મને લાગે છે કે રોહિત સર દ્વારા કરવામાં આવેલી પોસ્ટને લઈને લોકોને ગેરસમજણ થઇ છે. તેમના સંદર્ભને સંપૂર્ણ રીતે ખોટી રીતે સમજવામાં આવ્યું છે... હું તે ટીપ્પણીનો ઉલ્લેખ કરી રહી છું જેના વિશે રિપોર્ટ કરવામાં આવ્યું છે કે રોહિત શેટ્ટીએ કહ્યું કે મને કોઇ નહીં જુઓ, કારણકે સીનમાં ત્રણ છોકરાઓ છે અને વિસ્ફોટ થઈ રહ્યો છે. આ એવું નથી જે કહેવામાં આવ્યું હતું કે મેં શૉટમાં બ્લિંક કર્યું છે અને રોહિત સરએ આ વિશે કહ્યું કે ફ્રેમમાં ચાર લોકો એક સાથે છે અને એક વિસ્ફોટ થઈ રહ્યો છે, કોઇપણ તમારા બ્લિંક કરવાને નોટિસ નહીં કરે."


 
 
 
View this post on Instagram

सूर्यवंशी .......आ गया police??‍♂️

A post shared by Katrina Kaif (@katrinakaif) onMar 2, 2020 at 2:54am PST

જણાવીએ કે રોહિત હાલ કલર્સના શૉ ખતરો કે ખેલાડીમાં પણ દેખાઇ રહ્યો છે. આ શૉમાં હોસ્ટ તરીકે દેખાય છે.

Whatsapp-channel Whatsapp-channel

12 March, 2020 02:30 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK